FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

સમસ્યા એક, ઉપાય ત્રણ

with 5 comments

એક વખત એક સોફ્ટવેર એન્જિનિયર, હાર્ડવેર એન્જિનિયર અને બ્રાન્ચ મેનેજર ત્રણે સાથે મળીને એક ક્લાયંટને મળવા જઇ રહ્યા હતા.

તેઓ વાંકાચૂકા અને ઢાળવાળા રસ્તેથી પસાર થતા હતા ત્યાં ખબર પડી કે ગાડીની બ્રેક ચાલતી નથી! જેમ તેમ કરીને ગાડીને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા અને છેલ્લે એક નાનકડા ટેકરા પાસે અથડાઇને ગાડી ઉભી રહી. બધા કારમાંથી બહાર નીકળ્યા. સદનસીબે કોઇને કંઇ વાગ્યું નહોતું પણ ખૂબ ગભરાઇ ગયા હતા અને હવે શું કરવું? તે પ્રશ્ન પણ ઊભો જ હતો.

મેનેજર: “આપણે અહીં, ટેકરા પાસે, એક મિટીંગ કરીએ, દરેક પોતપોતાના મંતવ્ય દર્શાવે અને આપણે આપના ઉદ્દેશ નક્કી કરી આવનારી સમસ્યાઓના નિરાકરણ માટેની યોજનાઓ બનાવીએ.”

“ના, ના, ” હાર્ડવેર એન્જિનિયરે કહ્યું, “એમ કરતાં તો ઘણો સમય નીકળી જશે, અને ઉપરાંત, આ રીતે ક્યારેય કોઇ કામ થયું નથી. મારી પાસે સ્વિસ આર્મી નાઇફ છે અને પળવારમાં હું ગાડીની બ્રેકમાં શું ખરાબી છે તે શોધીને સરખી કરી દઉં છું…”
(I had copied this joke from http://funngyan.com)
“ઊભા રહો”, છેલ્લે સોફ્ટવેર એન્જિનિયરે પોતાની રીતે સમસ્યા સમજવાનો પ્રયત્ન કરતા કહ્યું, “બીજું કશું કરતા પહેલાં, મને એમ લાગે છે કે આપણે આ ગાડીને ધક્કા મારીને આપણે જે રસ્તે આવ્યા ત્યાં લઇ જઇએ અને જોઇએ કે ફરીથી આવું થાય છે કે નહીં!”

Written by વિનય ખત્રી 'અનિમેષ'

June 12th, 2008 at 7:00 am

5 Responses to 'સમસ્યા એક, ઉપાય ત્રણ'

Subscribe to comments with RSS or TrackBack to 'સમસ્યા એક, ઉપાય ત્રણ'.

  1. દરેક પોતાની રીતે વિચારે છે.

    Neela

    12 Jun 08 at 9:27 am

  2. :D … waah waah …

    reproducing the bug .. !!

    funny thing is m also doing bug-fixing rightnow for last 2 weeks … and that also in the code i never wrote.. :)

    કુણાલ

    12 Jun 08 at 10:19 am

  3. યાર સાવ તમે તો અમારા જેવા સોફ્ટવેર વાળાની પોલ ખોલી નાખી… જોકે મોટાભાગે આમ જ થતુ હોય છે.. જોક તો ખરો જ પણ કટાક્ષ પણ.. :P

    Niraj

    12 Jun 08 at 7:02 pm

  4. u r doing wonder full job,
    when ever i get read ur funny post i realy impresed but i want to say that if i don’t want then after i have to read ur post, i am gonna used to read it.

    mayur

    12 Jun 08 at 7:53 pm

  5. કેમ મજા મા ને ?

    આ રીતે એક બિજાની નજીકા આવવાની આ અનેરી મજા
    ચ્હે. હોન્કે .

    JANAK ACHARYA

    19 Jun 08 at 11:49 am

Leave a Reply