પ્રિય મિત્રો,
ફરી લાંબા પ્રવાસોને કારણે નિયમિત પોસ્ટ મૂકી શકતો નથી તે માટે દિલગીરી વ્યક્ત કરીને મૂળ વાત પર આવું.
આ બ્લોગ પર જ્યારે ૧૧,૦૦૦ વાચકોની સંખ્યા થઇ હતી ત્યારે એક લેખ લખ્યો હતો જેમાં કેટલીક ઈચ્છાઓ પ્રગટ કરી હતી.
૧. જોડણી ભૂલો સુધારી લેવી છે.
૨. કોમેન્ટમાં ગુજરાતીમાં લખી શકાય તેવી સગવડ કરવી છે.
૩. પોતાનું ડોમેઈન નેમ લઈ લેવું છે.
જેમાંથી ત્રીજા ક્રમાંકની ઇચ્છા તો ક્યારની પુરી થઈ ગઈ છે અને બીજા નંબરની ઈચ્છા પણ એકાદ અઠવાડિયામાં પુરી થઈ જશે. હોસ્ટીંગ લઈ લીધું છે. હવે આ બ્લોગને વર્ડપ્રેસ પરથી ખસેડીને ‘પોતાના’/પેઈડ સર્વર લઈ જવાનું બાકી છે. આ ગોઠવણ કરવાથી કોમેન્ટ બોક્ષમાં સીધું ગુજરાતીમાં લખી શકાશે. (અને બીજા પણ ફાયદા છે જે વિશે પછી ક્યારેક, નેટસૅવિમા!)
હવે મૂળ વાત! જોડણી ભૂલનું શું કરવું?
આગળ ઉપર કહ્યું તેમ ગુજરાતી ‘અનિમેષ’નો પ્રિય વિષય હોવા છતાં હંમેશા માર્કસ ઓછા મળતા, આ જોડણી ભૂલને કારણે જ સ્તો!
જોડણી ભૂલને સુધારવા માટે બે રસ્તા છે: ૧. શબ્દકોષ લઈને બેસો. ૨. ઓનલાઈન સ્પેલ ચેક વાપરો.
પરંપરાગત રીતે જોડણી સુધારવામાં રસ નથી, હું દરેક પોસ્ટ સીધી ટાઈપ કરીને મૂકું છું કોઇદી કાગળ પર લખીને પછી ટાઈપ કરવા બેસતો નથી. તેથી પરંપરાગત જોડણી સુધારવા કરતાં ‘ઓનલાઈન સ્પેલ ચેક’ આપણને વધારે ફાવે!
હવે ઓનલાઈન ગુજરાતી સ્પેલ ચેક વિશે તપાસ કરતાં હું Orangoo.com સુધી પહોંચ્યો છું પણ આ સાઈટ પર ભારતીય ભાષાઓમાં ફક્ત હિન્દી જ છે.
તો અહીં આપને એક વિનંતી છે જો આપના ધ્યાનમાં કોઈ એવી સાઈટ કે સર્વિસ હોય જે ઓનલાઈન ગુજરાતી સ્પેલ ચેકની સગવડ આપતી હોય તો મને જણાવો. અથવા હું ઓનલાઈન ગુજરાતી સ્પેલ ચેક બનાવું તો આપ મને કઇ રીતે મદદરૂપ થઈ શકો? અથવા મારે પોતાનું ઓનલાઈન ગુજરાતી સ્પેલ ચેકર બનાવવું હોય તો શું કરવું પડે?
આપના અભિપ્રાય/સલાહ/સુચન/માહિતી આવકાર્ય!
જત ઉમેરવાનું કે ઓનલાઈન ગુજરાતી સ્પેલચેક આવી ગયું છે: પ્રમુખ ટાઈપપેડ- વિશાલભાઈ મોણપરા
પ્રિય અનિમેષ,
તમે આપેલ લિન્ક http://www.orangoo.com/spell/ પર જઈને spell checker ને online કામ કરતાં જોયું.
હાલમાં ગુજરાતી ભાષા માટેનું online spell checker તો જાણમાં નથી. પરંતુ offline spell checking કરવા માટે સરસ મઝાનું “Saras” Gujarati spell checker ગુજરાતીલેક્સિકોન પરથી download કરીને વાપરી શકાય.
http://www.gujaratilexicon.com/
Just click on the “Spell checker” icon and downloading will start. I hope downloading 5.5 MB application should not be a problem for you.
After downloading the application you have to unzip and start using it.
If you need any help, feel free to mail me.
http://himanshubhai.googlepages.com
http://himanshumistry.wordpress.com
હું તમને how to use saras spell checker ની PDF મોકલીશ.
લિ.
હિમાંશુ.
૧. પીડીએફની આતુરતાપૂર્વક રાહ જોઉં છું.
૨. મરાઠીમાં કોઇક જોષી નામના ભાઇએ ઓનલાઇન મરાઠી સ્પેલ ચેક બનાવ્યું છે તેવું મારી જાણમાં આવ્યું છે. ચોક્ક્સ યુઆરએલ હજી મળ્યું નથી પણ શોધખોળ ચાલુ છે…
રીમાઇન્ડરઃ
પીડીએફની આતુરતાપૂર્વક રાહ જોઉં છું….
I have got the PDF file,
Please donwload it from my website:
http://himanshubhai.googlepages.com/how-to-use-saras-gujarati-spellchecker
regards and thanks
Himanshu Parbhubhai Mistry
PDF file મળી ગઈ છે.
આપનો ખૂબ ખૂબ આભાર.