[આજે નેટસૅવિ, અદભૂત કળા, રમૂજ વગરે બાજુએ મૂકીને એક કટાક્ષકથા લખવાનો પ્રયાસ કર્યો છે. કાચું લખાણ ઘણા સમયથી લખી રાખ્યું હતું, જે આજે પાકું કરીને મૂકું છું. - વિનય ખત્રી 'અનિમેષ']
ચેતવણી અને વિનંતી: આ લેખનાં બધાં પાત્રો કાલ્પનિક છે. વાસ્તવિક નામ સાથે તેનો પ્રાસ મળતો હોય તો એક અકસ્માત હશે. તેથી ‘બંધ બેસતી’ પાઘડી પહેરી લેવી નહીં.
જોડણી ભૂલ અને તેના ઉપાયો વિશે ગંભીર ચર્ચા ચાલતી હતી ત્યાં પેટલાદવાળા પુંજાભાઇએ સરળ, વૈજ્ઞાનિક અને એકદમ ‘ધાંસુ’ ઉપાય બતાવ્યો. જોડણી ભૂલનું કારણ હ્રસ્વ અને દીર્ઘ માત્રાઓ છે. આપણે આ માત્રાઓ વાપરવાનું બંધ કરીએ તો જોડણી ભૂલની સમસ્યા જ ન રહે. જોડણી એકદમ સરળ થઈ જાય અને ભૂલ થવાનો અવકાશ જ ન રહે. આગ્રહ સાથે તેમણે પોતાનો મૂદ્દો રજૂ કર્યો અને પોતાની રચના નવી જોડણીમાં રજૂ કરીઃ copied from http://funngyan.com/2008/06/30/sachi-jodni/ Continue reading 'સાચી જોડણી અઘરી નથી – ‘અનિમેષ’'»
પ્રિય મિત્રો,
ઘણા લાંબા સમય પછી આજે ચાલો બનીએ નેટસૅવિનો ૧૫મો મણકો લખવા બેઠો છું, આજનો વિષય છે ગુગલ અલર્ટ.
વાચકો મને પૂછતા હોય છે કે નવું નવું કેવી રીતે અને ક્યાંથી શોધી લાવો છો તો તેનો જવાબ છે ગુગલ અલર્ટ. ગુગલને ભગવાન માનતો નથી છતાં પ્રેમથી ગુગલના ટૂલ્સ વાપરું છું.
Continue reading 'ચાલો બનીએ નેટસૅવિ – ગુગલ અલર્ટ'»
ગઇકાલની પોસ્ટ અનિમેષ અંતાણી નામ શા માટે?નું અનુસંધાન…
નવું નવું ક્યાંથી અને કેવી રીતે શોધી લાવો છો?
મારા વ્યવસાયમાં મારું કામ છે રિચર્ચ અને ડેવલપમેન્ટ (R&D)નું. તે માટે મારે નેટ પર બહુ બધું સર્ચ કરવાનું હોય છે અને અનુભવે ફાવટ આવી ગઇ છે કે શું શોધવાથી શું મળશે. આપને ખબર હશે જ કે જવાબ કેવો મળવાનો છે તેનો આધાર પ્રશ્ન કેવી રીતે પૂછાયો છે તેના પર હોય છે.
નવા લેખ માટેનો વિષય શોધવા માટે ૧. ઇન્ટરનેટ સર્ફીંગ, ૨. મિત્રોએ મોકલાવેલી ફોર્વર્ડેડ મેઇલ્સ, ૩. ફનલોક જેવા ફન ગ્રુપ અને ૪. ગુગલ અલર્ટ નામનું ટૂલ વાપરું છું. (ગુગલ અલર્ટ વિશે વિગતે જાણવા માટે વાંચો આજની નેટસૅવિ.)
કોઇ એક રસપ્રદ વિષય મળ્યો પછી તેના વિશે ખાંખાખોળા શરુ થાય છે. મુખ્યત્વે ગુગલ અને યાહુ સર્ચ એન્જિન વાપરું છું. અલગ અલગ રીતે શોધ આદરીને વસ્તુના મૂળ સુધી પહોંચું છું પછી મને આવડતી ગુજરાતીમાં તેનું ભાષાંતર કરીને પોસ્ટમાં મૂકું છું. Continue reading 'નવું ક્યાંથી/કેવી રીતે શોધો છો?'»

પ્રિય મિત્રો,
કેમ છો?
હું વિનય ખત્રી, દિવ્ય ભાસ્કરના લેખ સાથે મારી ઓળખ છતી કરી છે ત્યારે વાચકો તરફથી કેટલાક સવાલ પણ ઊઠ્યા છે જેનો વિનમ્રતાથી અને નિખાલસતાથી જવાબ આપવાનો પ્રયત્ન કરું છું.
બીજું નામ શા માટે?
એક બ્લોગ પર ‘નવોદિતોને પ્રોત્સાહન’ અને ‘ઉઠાંતરીને વખોડવા’ની ચાલતી ચર્ચામાં બંને તરફથી દલીલો કરવા માટે નામ રાખ્યું અનિમેષ અંતાણી અને ત્યાં થઇ ગોલમાલ સાથે તડાફડી અને તેમાંથી થયો આ બ્લોગનો જન્મ. Continue reading 'અનિમેષ અંતાણી નામ શા માટે?'»
પ્રિય મિત્રો,
ગઇકાલના દિવ્ય ભાસ્કરની કળશ પુર્તિમાં ‘સાયબર સફર’ કોલમમાં ટૂલબાર વિશે એક સરસ લેખ છે: ગુજરાતી વાંચન ‘માઉસવગું’ કરતા ટૂલબાર, જેમાં નિલેશભાઇના ‘કાકાસાબ ટૂલબાર’ અને આપણા ફન-એન-ગ્યાન ટૂલબાર વિશે હિમાંશુભાઇ કીકાણીએ સરસ છણાવટ કરી છે:

આવા સરસ લેખ માટે હિમાંશુભાઇનો ખૂબ ખૂબ આભાર. હિમાંશુભાઇના લેખ દિવ્ય ભાસ્કર ઉપરાંત તેમના બ્લોગ આલેખન અને તેમની વેબસાઇટ માય ગુજરાત પર પણ વાંચી શકાય છે.

પહાડની આરપાર કોતરેલા બોગદામાંથી તો ઘણી વખત પસાર થયા હશો પણ ક્યારેય ઝાડમાંથી પસાર થયા છો? Continue reading 'ચલાવો કાર: ઝાડની આરપાર'»
અમેરીકન આર્ટીસ્ટ જીમ બેન્ટનની કાર્ટુન સિરીઝ કીડ ૩૦૦૦ જે નીક.કોમ પર દરરોજ પ્રકાશિત થાય છે તેમાંના કેટલાક કાર્ટુન:

૩૦૦૦ની સાલમાં એવા યંત્રમાનવ શોધાયા હશે જે તમને ઊંઘમાં જ કસરત કરાવી દેશે જેથી આપનો ઘણો સમય બચશે! Continue reading 'બત્રીસ કોઠે દીવા: ૩૦૦૦ની શોધખોળ'»
આપની સલામતી માટે અહીં સજ્જડ બંદોબસ્ત છે. સિક્યોરિટિ કેમેરા લગાડેલા છે.. હસતું મોઢું રાખજો આપ કેમેરાની સામે છો…

પણ આ ફોટો જોઇને અહીં ‘ટાઇટ સિક્યોરિટિ’ હોય એવું નથી લાગતું પણ હા, ‘સિક્યોરિટિ (પીને) ટાઇટ’ હોય એવું જરુર લાગે છે.