જન્મદિન મુબારક: ભગવતીકુમાર શર્મા
પ્રિય મિત્રો,
આજે ૩૧ મે. વર્લ્ડ ટોબેકો ડે. ધુમ્રપાન કરતા હો અને છોડવાની ઈચ્છા હોય તો આજનો દિવસ સપરમો દિવસ છે, ફેંકી દો સિગારેટને ગુટખા!
પણ આજે આ પોસ્ટ મૂકવાનું કારણ તે નથી.
આજે છે મારા પ્રિય સાહિત્યકાર-પત્રકાર શ્રી ભગવતીકુમાર શર્માનો જન્મ દિવસ. તેઓ આજે ૭૫મા વર્ષમાં પ્રવેશે છે. મેધાવી અને મૂર્ધન્ય શબ્દો નાના પડે તેમની આગળ. કવિ, પત્રકાર અને લેખક ભગવતીકુમાર શર્માનો જન્મ ૧૯૩૪માં થયો હતો. “જિંદગીના ૭૫ વર્ષ અને સર્જનના ૬૦ વર્ષ પછી આજે મને એકંદરે સંતોષની લાગણી થાય છે. મારી શારીરિક મર્યાદાઓ સાથે ઘણું લખ્યું છે મારાથી થઈ શકે તેનાથી વધુ લખ્યું છે ને બધું ધોરણસરનું લખ્યું છે.” ફયસલ બકીલી (અભિયાન) સાથેની મુલાકાતમાં તેઓ કહે છે.
તેમના વિશે લખવાનું મારું ગજું નથી. વધુ વિગતો માટે નીચેની કડીની મુલાકાત લો:

He is also one of my favourite writer….
Jignesh Adhyaru
31 May 08 at 9:15 am
જન્મ દિન મુબારક ….શ્રી શર્માજી..!
chetu
31 May 08 at 1:10 pm
‘સારસ્વત પરિચય’ ની આમ લીન્ક આપી તે બહુ જ ગમ્યું. હું એને મારો અંગત બ્લોગ ગણતો નથી. એ આપણ સૌ ગુજરાતીઓની અમાનત છે. એને વધુ સમ્રુધ્ધ બનાવવા સૌને ઈજન છે. મારી પાસે અઢળક માહીતી છે. માત્ર તેને ટાઈપ કરનાર સ્વયંસેવકોની જરુર છે.
ખાસ નોંધ - ‘સારસ્વત પરિચય ‘ અન્દ ‘પ્રતિભા પરિચય’ બ્લોગો ‘ માં અપાતા પરીચયોમાં હું ‘ ઉંઝા’ જોડણી વાપરતો નથી,
સુરેશ જાની
31 May 08 at 4:58 pm
માફ કરજો - મુદ્રારાક્ષસ માટે …
છેલ્લી લીટીમાં ‘અન્દ’ નહીં પણ ‘ અને’ વાંચશો.
સુરેશ જાની
31 May 08 at 5:00 pm
Bhagvatikumar Sharma long live. he is very good writer nd his contribution in Gujarati Sahitya is unforgettable.
Animesh Parmar
1 Jun 08 at 12:59 am
long live Bhagvatikumar Sharma. i am very much impressed by his novels, by his articles,
by his ediorials in Gujratmitra and by his gazals. his contibution to Gujrati sahitya is
unexplainable. - Arvind Dalal from Surat.
profardalal
2 Jun 08 at 3:42 pm
belated happy bday to bhagavati dada..
Niraj
4 Jun 08 at 12:13 pm