ઈંડાના કોચલાનું નકશીકામ
અદભૂત કળાના આ વિભાગમાં હમણાં આપણે જોઈ ગયા પીછાં પર અદભૂત ચિત્રકળા. આજે જોઈશું ઈંડાના કોચલાનું નકશીકામ:
(photo: flickr.com)
આ કળાના આઠ-દસ ચિત્રો ઇમેઇલમાં મળ્યા અને કલાકાર કોણની જાણકારી મેળવવાના ખાંખાખોળા શરુ. પ્રથમ પ્રયત્ને ‘ફન-એન-ગ્યાન’ પર મૂકી શકાય તેવી કંઇ માહિતી મળી નહીં, બીજા પ્રયત્ને એક કરતાં વધુ કલાકાર એક સાથે મળી ગયા, છેવટે ‘નફાકારક શોખ’ નામની વેબસાઈટ સુધી પહોંચ્યો ત્યારે કંઇક લખી શકાય તેવી માહિતી મળી.
પીછાં પર અદભૂત ચિત્રકળા માટે આપણે ‘ફેધર લેડી’ને મળ્યા, આજે મળીએ ‘એગ મેન’ તરીકે પ્રખ્યાત રોન ચેરુકાને:
“ના, આ ઈંડા લેઝરથી કે સ્વયંસંચાલિત આધુનિક યંત્ર વડે નહીં પણ હાથેથી અને એક મિનિટમાં ૪ લાખ આંટા ફરી જાય તેવી તેજ ગતીએ ચાલતા અને દાંતના ડોકટરને કામ આવે તેવા ઓજારોમાં થોડા ફેરફાર કરીને બનાવેલા હેંડ ટુલથી આ ઈંડાનું નકશીકામ થાય છે.
સામાન્ય રીતે આવું જીણું નકશીકામ મહિલાઓના નાજુક હાથ જ કરી શકે એવી માન્યતા છે. મને મળીને લોકો માનવા તૈયાર જ નથી થતા કે આ રચનાઓ મારી છે. પડછંદ, ગ્રીન બેલ્ટ, એક સમયે ખટારા ચલાવનાર (ટ્ર્ક ડ્રાયવર) બરછટ હાથો વાળો ઈંડાના કોચલા પર આટલું જીણું કામ કેમ કરી શકે?
નાનકડા ઈંડા પણ કામ કરવું એક પડકાર છે, અને જેમ જેમ ઈંડું કોતરાતું જાય તેમ તેમ તે વધારે નાજુક થતું જાય, એક સમય એવો આવે જ્યારે તેના પર કામ કરવું તો દૂરની વાત થઈ, ફક્ત પકડી રાખવું પણ અઘરું પડે! ક્યારેક ઈંડાના કોચલા પર એટલું કોતરકામ થાય કે જાણે કંઇ બચ્યું જ નથી! એક રચના જ્યારે પૂર્ણ આકાર લે છે ત્યારે જે સંતોષ મળે છે તેનો આનંદ અનેરો હોય છે.
શોખ તરીકે શરુઆત કરી જે આજે પૂર્ણ સમયનો વ્યવસાય બની ગયો છે અને હું તેને સંપૂર્ણ રીતે માણું છું. પહેલાં હું અઠવાડિયાના ૪૦ કલાક કામ કરતો હતો જે હવે સેવા નિવૃત થયા પછી અઠવાડિયાના ૧૦૦ કલાક કામ કરું છું. હું જે કામ કરું છું તેનો આનંદ માણું છું, મારી પહોળી છાતી ગજ ગજ ફૂલાય છે જ્યારે કોઈ મારા કામને જોઈને આંખો ફાડીને કહે કે આ સાચુકલા ઈંડા છે?”
રોન ચેરુકા – ધ એગ મેનની વેબસાઈટની મુલાકાત લેવા માટે અહીં ક્લિક કરો.
ઈંડાના કોચલા પર જીણું નકશીકામની અન્ય કલાકારોની રચનાઓ જોવા નફાકારક શોખની મુલાકાત લો.

Wow! good art.
સારી મહેનત કરીને મેળવેલા ફોટા
ધન્યવાદ
woooow
great info …!!
thanx for sharing ……!!
it is amazing.
Thx to Himanshu who inspired me to visit the blog.
Congratulations to t maker.