પીછાં પર અદભૂત ચિત્રકળા

પીંછી વડે ચિત્રકળાની રચનાઓ આપે ઘણી જોઈ હશે, અદભૂત કળાના આ વિભાગમાં આજે આપણે જોઈએ પીછાં પર અદભૂત ચિત્રકળા.
અલાસ્કામાં જન્મેલા અને હાલ વોશીંગટનમાં પોતાના પતિ, બે બાળકો અને ઘણા બધા પક્ષીઓ સાથે રહેતા જૂલી થોમસન નામના કળાકારા આ કળામાં માહેર છે અને ફેધર લેડી તરીકે ઓળખાય છે.
તેણી ૧૯૯૦થી પીંછાં પર ચિતરામણ કરે છે. સરસ મોટા પહોળા પીછાં તેણીની ચિત્રકળાનું ‘કેનવાસ’ બને છે. તેણીએ પીછાં પર ચિત્ર દોરતાં કોઇને ક્યારેય જોય નહોતા, પણ એક્રેલિક પેઇન્ટની ઘટ્ટતાની ખબર હતી એટલે શક્યતાની ખાતરી હતી. કલમ અને શાહી વડે ટપકાં વડે ચિત્રકામનો તેણીને અનુભવ હતો કેમકે તેણીએ એક પુરાતત્ત્વ વિભાગમાં ગ્રાફિક સ્પેશલિસ્ટ તરીકે કામ કર્યું હતું. આમ તેણી સ્વયંસિદ્ધા છે.
વધુ રચનાઓ અને તેના વિશેની વિગતો માટે ફેધર લેડીની વેબસાઇટ અને બ્લોગની મુલાકાત લો.
(ફોર્વર્ડેડ મેઇલ “ફીધર પેઇન્ટીંગ – અમેઝીંગ આર્ટ” મોકલવા માટે હિમાંશુ કીકાણી (આલેખન)નો ખૂબ ખૂબ આભાર.)

વાહ!! અદભૂત કળા..
મેં તો માત્ર આંગળી ચીંધ્યાનું પુણ્ય લીધું, ખરી મહેનત તો તમારી છે, પછી આભાર ન હોય! ઇન્ટરનેટ પર ગ્રુપ્સમાં આવા મેઇલ્સની ફેંકાફેંકી તો અનેક લોકો કરે છે, એમાં ઊંડા ઊતરવાનો રસ અને સૂઝ તમારા જેવા ભાગ્યે જ કોઈ બતાવે છે, ખાસ તો એ વાતનાં અભિનંદન !
બહુ જ સરસ. સારું જાણવા મળ્યું.
અદભુત કળાની અદભુત વાત છે.
સુંદર અતીસુંદર્
Great work done by Juli Thomas. Congratulatio!!
nice work
i ‘ve seen these paintings
but don’t know about artist……….!!
again gr8 work….
wonderful.
Again Thx to Himanshu Kikani for his inspiration.
Congratulations to Artist.
આશ્ચ્ર્ય આદ્ભુટત મોર્ની ક્લાતો જોઈ આજે પીછ્ની ક્લા પન જોઇ.