કેક વડે અદભૂત શિલ્પ કળા

By વિનય ખત્રી, May 9, 2008 7:00 am

સિંગર સિલાઇ મશીન

આ સિંગર સિલાઇ મશીન લોખંડનું નહીં પણ કેકનું બનેલું છે, અને કાપડ, કાતર, દોરા, બટન વગેરે સુશોભન કરવાની ખાંડના બનેલા છે!

હવે આ જુઓ: (ફોટોગ્રાફ્સ સૌજન્ય: ઇંગ્લિશ-રશિયા)

જોડીયા લેપટોપ

કાળા-ધોળા લેપટોપ એકબીજાને અડીને મૂકેલા હોય તેવું લાગે… પણ આ સાચુકલા લેપટોપ નથી, તેવા આકારની કેક છે!

પ્રિય મિત્રો,

અદભૂત કળાના આ વિભાગમાં આપણે વિવિધ કળાઓનો પરિચય કરીએ છીએ. આજે જોઇએ કેક વડે અદભૂત શિલ્પ કળા વિશે.

અહીં કેકની જે રચનાઓ દર્શાવી છે તે સંપૂર્ણ ખાદ્યપદાર્થની બનેલી છે અને પ્લાસ્ટીક કે એવી કોઇ અખાદ્ય વસ્તુઓ ઉમેરવામાં નથી આવી. આ કેક શિલ્પકળાના અદભૂત નમુના જેવી અને માનવામાં ન આવે તેવી આબેહુબ રચનાઓ છે.

પિટસબર્ગ (રશિયા)માં આવેલા ઝહાના કેક શોપના કારીગરોએ વિવિધ આકારની કેક બનાવે છે. મુખ્યત્વે લગ્ન પ્રસંગ માટે ગ્રાહકના વ્યવસાય કે શોખને લગતા વિષયને લગતા આકારની કેક બનાવે છે.

સિલાઇ મશીન અને લેપટોપ ઉપરાંત સરકારી દસ્તાવેજ, બાળક અને બગીચો, ચલણી નોટોની થોકડી, બાવન પાનાંની રમત, કેસિનોનું રૂલેટ, સોનાનો વીંછી, ભારતનો નકશો, સૂટકેસ, ચલણી નોટોથી ભરેલી બ્રીફકેસ, એરમેઇલ લેટર, પોલિસ, પેપ્સી, સુક્ષ્મ દર્શક યંત્ર, ફ્રેંકીંગ મશીન, ચલની નોટો ગણવાનું યંત્ર, માનવ શરીરની રચનાનું પુસ્તક, સૂર્યમાળાના ગ્રહો, પેરિસનો જુનો પુલ, બત્રીસી, મેડલ, ડ્રમ, ચણાતું મકાન, મોટરનું પૈડું, પેપ્સીના કેન, પિટસબર્ગ શહેરનો નકશો, કિચન ટી પાર્ટી, દારૂની બોટલ, ડીએચ એલ પાર્સલ, બિયરના કેનનું ઢાંકણું, પિઝા હટ, છાપું, બર્ગર, પુસ્તક, દાગીનાની સંદુક, માછલી અને બિયર, મશરુમ એફિલ ટાવર અને રિબોકનો જોડો વગેરે આકારની કેક જોવા માટે ઇંગ્લિશ-રશિયા બ્લોગની મુલાકાત લેવાનું ચૂકતા નહીં…

3 Responses to “કેક વડે અદભૂત શિલ્પ કળા”

  1. wow…. really good!
    I am sure they don’t feel like cutting the cake and ruining the art…! :-)

    Thanks a lot for parcipating and putting the WGC logo on your site, Animesh..!

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.