એન્જિનિયરને કેમ ઓળખશો?
પ્રિય મિત્રો,
અહીં આપણે એન્જિનિયર અને મેનેજરની તડાફડી માણી આજે જોઇએ એન્જિનિયરના લક્ષણોની યાદી:
- દિવાળીની રોશનીમાં ઊડેલો બલ્બ શોધતો જોવા મળે તો તે એન્જિનિયર હશે.
- દિવાળીના બોનસમાંથી કોમ્પ્યુટરની મેમોરી (રેમ) અપગ્રેડ કરવાનું વિચારતો હોય તો તે એન્જિનિયર હશે.
- લકઝરી લાયનર કે આલિશાન ક્રુઝ પર મોજમજા કરવાને બદલે એન્જિન રુમ નજીક આંટા મારતો જોવા મળે તો તે…
- પત્નીને તેના જન્મદિવસે નવું નક્કોર સીડી કે MP3 પ્લેયર લાવીને ભેટ આપે તો તે અન્જિનિયર હશે.
- ઊભી અને આડી લાઇનો દોરેલી ન હોય તેવા પાના પર લખવું કેમ તે વિચારતો હોય તો તે…
- મિનિટના ૭૦ શબ્દો ટાઇપ કરી કરી શકે પણ પોતાનું લખેલું વાંચવામાં સમય લગાડેતો તે …
- છોકરીને “તારા વાળ સુંદર, સીધાને સમાંતર છે” કહે તો તે…
- મોટર બોટમાં છેલ્લી પાટલીએ બેસીને ફરતા પંખાને જોતો જોવા મળે તો તે…
- નકામા/ખોટકાયેલા ઇલેક્ટ્રીક ઉપકરણમાંથી વાયર કાઢીને સાચવીને મુકે તો તે…
- તેની સગાઇની વિંટી કરતાં તેનું કેલ્ક્યુલેટર મોઘું હોય તો તે…
- કાળા બુટની સાથે સફેદ મોજા કે સફેદ ટેનિસના બુટની સાથે કાળા મોજા પહેરે તો તે…
- ખુલ્લી અગાસીમાં આકાશ તરફ જોતાં તારાઓ જોવાને બદલે ઉપગ્રહ શોધતો હોય તો તે…
- તેને જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ શું કામ કરે છે તે ખબર હોય તો તે…
- તેના લેપટોપ કોમ્પુટરની કિંમતમાં એક નાનકડી કાર આવી જાય તો તે….
- તેની પત્નીને તે ઓફિસમાં શું કરે છે તેની જરા પણ કલ્પના કે અણસાર ન હોય તો તે…
- એક સેકન્ડનો પગાર કેટલો થાય તે હિસાબ માંડી બેઠો હોય…
- ૧૦૦ રુપિયાવાળો રેડિયો રિપેર કરવાની કોશિશ કરતો જોવા મળે…
તો તે ચોક્કસ એન્જિનિયર જ હશે.

વાહ… બરાબર ઓળખ્યા એન્જિનિયરને..
મારા એક મિત્રે વેલેન્ટાઇન ડે પર તેની ગર્લફ્રેન્ડને ઇન્ટેલ ૯૧૫ મધરબોર્ડ આપેલું
બહુ સાચું!
૨. દિવાળીના બોનસમાંથી RAM લેવાનું મેં પોતે કરી દેખાડ્યું છે.
Animesh,
good thought, however not all engineers are like this…i am saying this being one of them…..but yes…..major parts are true…..
U see you have to pay to become a Technical Person…..!
@ Jignesh,
This is your opinion, ask your friend or spouse to comment on this..
ખુબ સરસ અનિમેષભાઈ, અભિનઁદન. ક્યારેક એન્જિનીયર સિવાય અન્ય વિષે પણ લખતા રહો.
વાહ યાર ખુબ સરસ પનઆ એન્જિનીયર સાવ આવા હોય ?