Apr 182008
 

મોડી રાત્રે એક ચીનો અમેરિકાના એક બારમાં જાય છે. ત્યાં એક ટેબલ પર સ્ટીવન સ્પીલબર્ગને બેઠેલો જુએ છે. ચીનો દોડીને  સ્પીલબર્ગને મળે છે અને ઓટોગ્રાફ માટે વિનંતી કરે છે.

સ્પીલબર્ગ ઓટોગ્રાફ આપવાને બદલે ગુસ્સે થાય છે અને ચીનાને એક થપ્પ્ડ લગાવી કહે છે: ”તમે ચીના લોકો અમારા પર્લ હાર્બર પર બોંમ્બ ફેંક્યા’તા! ગેટ આઉટ.”

ચીનો છોભીલો પડી જાય છે: ”બોંમ્બ ફેંકવા વાળા અમે નહીં, જાપાનીઓ હતા.”

“ચાયનીઝ, જાપાનીઝ, તાયવાનીઝ, તમે બધા સરખા” સ્પીલબર્ગ કહે છે.

જવાબમાં ચીનો સ્પીલબર્ગને એક થપ્પ્ડ લગાવીને કહે છે. “તમારા કારણે ટાયટેનિક જહાજ ડુબ્યું જેમાં મારા દાદા-પરદાદા હતા.”

સ્પીલબર્ગ વિચારમાં પડી જાય છે: ”એ તો આઇસબર્ગને કારણે વહાણ ડુબ્યું હતું, મારા કારણે નહીં.”

આઇસબર્ગ, સ્પીલબર્ગ, કાર્લ્સબર્ગ બધા સરખા!

Apr 172008
 

પ્રિય મિત્રો,

Funngyan પર નવી પોસ્ટ મૂકાય અને તેની આપને ઇમેઇલથી જાણ થાય તે માટે ફન એન ગ્યાન ગુગલ ગ્રુપ http://groups.google.com/group/funngyanની રચના કરવામાં આવી છે. આપને બધાને આ સમુદાયમાં જોડાવાનું આમંત્રણ મોકલ્યું છે. (કદાચ ‘સ્પામ’માં ગયું હોય તો જોઈ લેજો)

આશા છે આપને મારો આ પ્રયાસ પસંદ પડ્યો હશે. આપના સુચન આવકાર્ય.

આપનો જ,

- અનિમેષ અંતાણીના પ્રણામ/જયશ્રી કૃષ્ણ/જય હાટકેશ!

Apr 172008
 

કામ પરથી થાક્યો પાક્યો પતિ ઘરે આવે છે.

પત્ની: ”જુઓને આ ઈસ્ત્રી ચાલતી નથી.”

પતિ: ”હું કાંઇ ઇલેક્ટ્રીશિયન નથી, ઇલેક્ટ્રીશિયનને બોલાવી લે.”

બીજે દિવશે પણ પતિના આવવા સાથે પત્ની કહે છે: ”જુઓને આ કબાટના દરવાજા ખૂલતા નથી.”

પતિ: ”હું કાંઇ સુતાર નથી, કોઇ સુતારને પકડીને કરાવી લે.”

ત્રીજે દિવશે પતિ ઘરે આવે છે ત્યારે પત્ની ખુશ થતાં: ”મારા બધા કામ થઈ ગયા! બાજુવાળો યુવાન પડોશી આવીને કબાટના બારણા અને ઈસ્ત્રી સરખી કરી ગયો.” Continue reading »

Apr 172008
 

ગઇ કાલની પોસ્ટ માઇક્રોસોફ્ટનો જાદુમાં માઇક્રોસોફ્ટની ઓપરેટીંગ સિસ્ટમ વિન્ડોઝ વિશેના જાદુના પ્રયોગો આપણે જોયા, જે અલગ અલગ ઓનલાઈન ફોરમ, બ્લોગ કે મેસેજ બોર્ડ પર જોવા મળે છે તેમજ ઇમેઇલ દ્વારા ફરતા રહે છે.

ત્રણેય જાદુ બરાબર ચાલે છે અને હકિકતમાં જાદુ જેવું કશું નથી, ચાલો જોઇએ…

જાદુ નં ૧

એ સાચી વાત છે આપણે con નામનો ફોલ્ડર બનાવી શકતા નથી. માઇક્રોસોફ્ટને પણ ખબર છે કે તેમ થઇ શકે તેમ નથી.

કોન અને એવા બીજા કેટલાક શબ્દો ડિસ્ક ઓપરેટીંગ સિસ્ટમ (DOS) માટેના આરક્ષિત શબ્દો છે જે ફોલડર કે ફાઇલના નામ માટે વાપરી શકાતા નથી. આ શબ્દોની યાદી અહીં જોઇ શકો છો. Continue reading »

Apr 162008
 

જાદુ નં ૧

એક ભારતીય વ્યક્તિએ શોધી કાઢ્યું છે કે માઇક્રોસોફ્ટની ઓપરેટીંગ સિસ્ટમમાં કોઇ પણ જગ્યાએ ‘કોન’ (con) નામનો ફોલ્ડર બનાવી શકાતો નથી! અને આવું શામાટે થાય છે તેનો માઇક્રોસોફ્ટ પાસે કોઇ જવાબ નથી!

તમે તમારા કોમ્પ્યુટર પર con નામનો ફોલ્ડર બનાવી જુઓ અને પછી મને કહો…

જાદુ નં ૨

નોટપેડ ખોલો, તેમાં લખો Bush hid the facts હવે તેને કોઇ પણ નામે ક્યાંય પણ સેવ કરો. હવે તે ફાઇલ બંધ કરી, ફરી ખોલી જુઓ.

આનો પણ જવાબ માઇક્રોસોફ્ટ પાસે નથી! Continue reading »

Powered By Indic IME