FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

ચબરાકિયાં (ભાગ - ૩)

with 3 comments

૩૧. સફળતા મેળવવાની બે ચાવીઓ છે. ૧. બધું જ ન કહેવું.

૩૨. લગ્ન એ એક શબ્દ નથી. આખું વાક્ય છે!

૩૩. હું ૨૪/૭ સખત મહેનત કરું છું, અઠવાડિયે ૨૪ કલાક, વર્ષે ૭ મહિના!

૩૪. બોંબથી માણસો મરતા નથી પણ ધડાકાથી મરે છે!

૩૫. ગુસ્સામાંને ગુસ્સામાં ઊંઘી જતા નહીં, બદલો લેવાનું આયોજન કરો અને પછી સુઈ જાઓ.

૩૬. સાફ-સુથરી ટેબલ દેખાય તો તેનું ખાનું (ડ્રોઅર) ખોલી જોવુ (ચોક્ક્સ વેર-વિખેર હશે!)

૩૭. આજે છેલ્લો દિવસ છે એમ વિચારીને જીવો, એક દિવસ તમે સાચા પડશો.

૩૮. એક વખત મારી યાદાસ્ત ચાલી ગઈ હતી, કદાચ બે વખત!

૩૯. જો તમે કોઇને સમજાવી ન શકો તો ગૂંચવી નાખો!

૪૦. હું પાકિસ્તાનમાં રહેવા જવાનો છું,આ મારું ઘડિયાળ ૧૭ વખત સરખું કરાવ્યું છતાં અડધો કલાક પાછળ જ ચાલે છે!

***

[ચબરાકિયાં અથવા એકોક્તિ અથવા વન લાઇનર્સ અથવા એક વાક્યના ટુચકા મારો મનગમતો વિષય છે.]

આ પહેલાના ચબરાકિયાં:

Written by વિનય ખત્રી 'અનિમેષ'

April 26th, 2008 at 7:00 am

3 Responses to 'ચબરાકિયાં (ભાગ - ૩)'

Subscribe to comments with RSS or TrackBack to 'ચબરાકિયાં (ભાગ - ૩)'.

  1. Do join with Hasyadarbar!

    http://www.yogaeast.net

  2. આજે છેલ્લો દિવસ છે એમ વિચારીને જીવો, એક દિવસ તમે સાચા પડશો.
    waah waah .. :D ..

    જો તમે કોઇને સમજાવી ન શકો તો ગૂંચવી નાખો!
    this is wht i always do … !! :)

    કુણાલ

    26 Apr 08 at 4:11 pm

  3. આજે છેલ્લો દિવસ છે એમ વિચારીને જીવો, એક દિવસ તમે સાચા પડશો

    Nice sentence to remember forever……Tks

    Ameeta

    26 Apr 08 at 10:36 pm

Leave a Reply