FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

માઇક્રોસોફ્ટનો જાદુ

with 4 comments

જાદુ નં ૧

એક ભારતીય વ્યક્તિએ શોધી કાઢ્યું છે કે માઇક્રોસોફ્ટની ઓપરેટીંગ સિસ્ટમમાં કોઇ પણ જગ્યાએ ‘કોન’ (con) નામનો ફોલ્ડર બનાવી શકાતો નથી! અને આવું શામાટે થાય છે તેનો માઇક્રોસોફ્ટ પાસે કોઇ જવાબ નથી!

તમે તમારા કોમ્પ્યુટર પર con નામનો ફોલ્ડર બનાવી જુઓ અને પછી મને કહો…

જાદુ નં ૨

નોટપેડ ખોલો, તેમાં લખો Bush hid the facts હવે તેને કોઇ પણ નામે ક્યાંય પણ સેવ કરો. હવે તે ફાઇલ બંધ કરી, ફરી ખોલી જુઓ.

આનો પણ જવાબ માઇક્રોસોફ્ટ પાસે નથી!

જાદુ નં ૩

માનવામાં ન આવે એવી આ વાત છે. આનો પણ જવાબ માઇક્રોસોફ્ટ પાસે નથી!

આ એક બ્રાજીલીયનની શોધ છે! તમે તમારી જાતે અખતરો કરી જુઓ:

માઇક્રોસોફ્ટ વર્ડ ખોલો અને લખો =rand (200, 99) હવે એન્ટરની ચાંપ દબાવો….

***

(મેજીક નામે આ ત્રણ બગ ઇન્ટરનેટ પર બ્લોગ જગતમાં ફરી રહ્યા છે આ કેવી રીતે શક્ય બન્યું તે આપણે આવતી કાલે જોઇશું.)

Written by વિનય ખત્રી 'અનિમેષ'

April 16th, 2008 at 2:48 pm

4 Responses to 'માઇક્રોસોફ્ટનો જાદુ'

Subscribe to comments with RSS or TrackBack to 'માઇક્રોસોફ્ટનો જાદુ'.

  1. મિત્ર, પહેલો ને ત્રીજો જાદુ તો ખરેખર થયો.. આજે જ જાણ્યું.. જબરું શોધી લાવ્યા.. :-) પણ બીજા જાદુમાં કંઈ થયું નહીં. ફાઈલ બરાબર જ સેવ થઈ અને ખોલી તો પણ એમ જ હતી. મારા લખવામાં કદાચ ભૂલ હોય. શાથી એમ થયું જણાવશો..

    Niraj

    16 Apr 08 at 3:24 pm

  2. કારણ કે, માઇક્રોસોફ્ટ અને તેની બધી વસ્તુઓ માટે એક જ જવાબ છે: માઇક્રોસોફ્ટ સક્સ.

    લિનક્સ વાપરો અને લાઇફની મજા લો..

    Kartik Mistry

    16 Apr 08 at 6:27 pm

  3. lol!!!

    Bhavna Shukla

    16 Apr 08 at 9:02 pm

  4. [...] અનિમેષ અંતાણી on April 17th, 2008 ગઇ કાલની પોસ્ટ માઇક્રોસોફ્ટનો જાદુમાં માઇક્રોસોફ્ટની ઓપરેટીંગ સિસ્ટમ [...]

Leave a Reply