Archive for April 12th, 2008
હાથી, મહાવત અને સરદારજી
એક વખત એક સર્કસમાં આગ લાગી અને બધું જ બળીને ખાખ થઈ ગયું, ફક્ત એક હાથી અને તેનો મહાવત બચ્યા.
મહાવત પોતાના ગુજરાન અને હાથીના ભરણપોષણ માટે હવે શું કરવું તેની ચિંતામાં પડ્યો. કાયદાના કડક નિયમોને કારણે અને ફક્ત એક જ હાથી બચ્યો હોવાને કારણે ફરી સર્કસ ચાલુ કરવું અશક્ય લાગતાં મહાવતે એક નવો તુક્કો અજમાવ્યો. તે ગામે ગામ અને શહેર શહેર ફરીને લોકોને પડકાર કરતો કે હાથીને બેપગે ઊભો કરો અને ૧૦૦ રૂપિયા ઈનામમાં મેળવો. તે માટે તેણે ૧૦ રૂપિયા ટિકિટ રાખી.
દિવસ દરમ્યાન ઘણા લોકો આ પડકાર જીલી લેતા અને હાથીને બેપગે ઊભો રહેવા માટે અલગ અલગ રીત અજમાવતા. કોઈ બોલીને હાથીને બેપગે ઊભું રહેવા કહેતું તો કોઈ બુચકારીને, કોઈ એક્ટીંગ કરીને તો કોઈ ઠપકારીને. હાથીને કંઇ અસર નહોતી થતી અથવા એમ કહી શકાય કે કંઇ ન કરવા માટે મહાવતે તેને તૈયાર કર્યો હતો! લોકોને આમ કરતાં સારું એવું મનોરંજન મળતું અને મહાવતને સારી એવી કમાણી થતી અને પોતાનું અને હાથીનું પેટ ભરી શકતો. ગામમાં લોકોનો રસ ઓછો થતાં તે બીજા ગામે જતો અને એવી રીતે તેનું ગુજરાન ચાલતું. Read the rest of this entry »

