એન્જિનિયર અને મેનેજર - ૩
[ એન્જિનિયર અને મેનેજર વાળી પોસ્ટ વાંચીને મુળ પુનાના અજયભાઈ દેશપાંડે જણાવે છે કે પુણેમાં એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટની ઘણી કોલેજો છે. તેમણે એક રમુજી ટુચકો કહ્યો, લો આપ પણ માણો...]
એક વખત સાત એન્જિનિયરિંગના અને સાત મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ પુણેથી મુંબઈ જઈ રહ્યા હતા. તેઓ પુણે રેલ્વે સ્ટેશને ભેગા થયા. બંને ગ્રુપ એક બીજાને ઉતારી પાડવા તત્પર હતા.
દૃશ્ય ૧ (પુણે- મુંબઈ):
મેનેજેમેન્ટ વાળા સાત ટિકિટ લે છે જ્યારે સાત એન્જિનિયર મળીને એક જ ટિકિટ લે છે! બધા ટ્રેનમાં બેસે છે અને મેનેજેમેન્ટના વિદ્યાર્થીઓ ટી.સી. આવવાની રાહ જુએ છે…..
ટી.સી આવે છે, સાતેય એન્જિનિયર ટોયલેટમાં પુરાઈ જાય છે અને ટી.સી. ટિકિટ માટે ટકોરા પાડે છે ત્યારે એક હાથ ટિકિટ સાથે બહાર આવે છે…..
અને ટી.સી. ટિકિટ તપાસીને આગળ વધે છે.
હવે પાછા વળતી વખતે તેમને મુંબઈથી પુણેની સીધી ટ્રેન નથી મળતી તેથી તેઓ લોનાવાલા સુધી પેસેન્જર ટ્રેનમાં જવાનું નક્કી કરે છે કેમકે લોનાવાલાથી લોકલ ટ્રેનમાં તેઓ પુના જઈ શકશે.
દૃશ્ય ૨ (મુંબઈ-લોનાવાલા):
મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ નક્કી કરે છે કે “આ વખતે આપણે બતાવી દઈશું કે અમે પણ ઓછા નથી…” અને તેઓ સાત વિદ્યાર્થી વચ્ચે એક ટિકિટ લે છે જ્યારે સાત એન્જિનિયર મળીને એકેય ટિકિટ નથી લેતા!!!
ટી.સી. આવે છે…
મેનેજમેન્ટવાળા બધા એક ટોયલેટમાં છુપાઈ જાય છે, એન્જિનિયર બધા સામેના ટોયલેટમાં પ્રવેશે છે….
ટી.સી. નજીક આવવાનો સમય થાય છે ત્યારે એક એન્જિનિયર બહાર આવીને મેનેજરવાળા ટોયલેટ પર ટકોરા મારે છે. એક હાથ ટિકિટ સાથે બહાર આવે છે અને એન્જિનિયર તે ટિકિટ લઇને એન્જિનિયર વાળા ટોયલેટમાં આવી જાય છે.
હવે ખરેખર ટી.સી. આવે છે અને મેનેજમેન્ટના સાતેય વિદ્યાર્થીઓ પાસેથી વગર ટિકિટે પ્રવાસ કરવા માટે દંડ વસુલ કરે છે.
દૃશ્ય ૩ (લોનાવાલા):
હવે બંને ગ્રુપના વિદ્યાર્થીઓ લોનાવાલા સ્ટેશન પર ઊભા છે. મેનેજમેન્ટવાળા માટે પોતાને સાબિત કરવાનો છેલ્લો મોકો છે, તેઓ તે ચૂકવાના નથી.
આ વખતે મેનેજમેન્ટવાળા એક જ ટિકિટ લે છે અને એન્જિનિયર સાત ટિકિટ લે છે. ટિકિટ લઈ તેઓ લોકલ ટ્રેનમાં બેસે છે. ટી.સી. આવે છે…
બધા એન્જિનિયર પોતપોતાની ટિકિટ બતાવે છે અને…
સાતે ય મેનેજર લોકલ ટ્રેનના કંપાર્ટમેન્ટમાં ટોયલેટ શોધતા ફરે છે….


હા હા હા
લાસ્ટ પાર્ટ વાંચીને બહુજ હસવું આવ્યું
Ketan Shah
8 Apr 08 at 11:06 am
દૃશ્ય ૪
બધા મેનેજર પુના આવે છે અને કંપનીને વાઉચર આપી પૈસા વસુલે છે
jay kay maru
8 Apr 08 at 2:48 pm
animesh bhai…..unknowingly now its going really funny series…
engineer and manager week itself…….
really nice ones….
જીગ્નૅશ અધ્યારુ
8 Apr 08 at 3:15 pm
અફલાતુન
Arvind Upadhyay
8 Apr 08 at 10:38 pm
That is one of the reason Indian Railways are doing GOOD—————–
Ha ha ha ha Congretulations to Engineers
and
Managers
pravina Avinash
8 Apr 08 at 10:46 pm
આવો જ એક બીજો જોક.
એંજીનીયર અને મેનેજર કેમ્પીંગ માટે ગાઢ વનમાં જાય છે. રાત્રે તેમના તમ્બુવાળા વીસ્તારમાં જોરદાર તોફાન આવે છે. મેનેજર ઉઠીને કહે છે, “અલ્યા, જોતો ખરો. કેવો જોરદાર પવન છે. આકાશમાં કેટલાં બધાં તારા દેખાય છે!” એંજીનીયર જવાબ આપે છે,”ડફોળ, આપણો તમ્બુ ઉડી ગયો…”
Chirag Patel
8 Apr 08 at 10:56 pm
Excellent.
I think you will make people adict to read funngyan……as most of people are habituated to read news papers..
Thanks
Rajeshwari shukla
10 Apr 08 at 11:03 pm
અરે વાહ, ઝકાસ!
Jwalant Soneji
12 Apr 08 at 10:58 pm