એક યુવતી ગરમ હવાથી ચાલતા બલૂનમાં ઊડવાનો આનંદ માણી રહી હતી. અચાનક તેને ખ્યાલ આવ્યો કે તે રસ્તો ભૂલી ગઈ છે. તેણીએ બલૂનને થોડું નીચે ઉતાર્યું અને એક માણસને જોયો. તેણીએ બલૂનને વધારે નીચું લાવી અને જોરથી બોલી: ”મને મદદ કરશો, હું રસ્તો ભૂલી છું. મેં મારા મિત્રને એક કલાક પછી મળવાનું વચન આપ્યું છે. તમે મને કહેશો કે હું ક્યાં છું?”

નીચેથી માણસે જવાબ આપ્યો:  “તમે ગરમ હવાના બલૂનમાં જમીનથી લગભગ ૩૦ ફીટ ઊંચે ઊડો છો. તમે ઉત્તર અક્ષાંસ ૪૦ અને ૪૧ વચ્ચે છો અને પશ્ચિમ રેખાંશ ૫૯ અને ૬૦ વચ્ચે છો.”

“તમે જરુર એન્જિનિયર હશો” બલૂનમાંથી યુવતીએ કહ્યું.

“સો ટકા સાચું” જમીન પરના માણસે કહ્યું: ”તમને કેવી રીતે ખબર પડી?”

“તમે જે માહિતી આપી તે સાચી હશે પણ… “ બલૂનમાંથી યુવતીએ કહ્યું: ”કોઈ રીતે ઉપયોગી નથી. હું હજી પણ ખોવાયેલી છું અને સાચું કહું તો આપની આ માહિતીથી કોઈ ફાયદો નથી થયો અને મારો સમય બગડ્યો છે મારે એટલી વધારે વાર હવામાં રહેવું પડ્યું છે.”

જમીન પરના માણસે કહ્યું: “તમે નક્કી મેનેજર હોવાના”

“અરે વાહ!” બલૂનમાંથી યુવતીએ જવાબ આપ્યો: “પણ તમને કેવી રીતે ખબર પડી?”

જમીન પરના માણસે કહ્યું: “તમે ક્યાં છો, ક્યાં જઈ રહ્યા છો તે તમને ખબર નથી. ગરમ હવા ભરાવાને કારણે તમે ઊંચે ચડ્યા છો પણ તમે કોઇને વચન આપ્યું છે તે પાળી શકશો કે કેમ તેની પણ તમને ખબર નથી અને તમે આશા રાખો છો કે તમારી નીચેના માણસો તમને તમારી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદ કરશે. સાચું કહું તો તમે મને મળ્યા તે પહેલાં જે પરિસ્થિતિમાં હતા ત્યાં જ છો પણ વાત એવી કરો છો કે જાણે મારો વાંક હોય!”

***

વિશેષ વાંચન:

એન્જિનિયર અને મેનેજરની તડાફડી

આજની જોક: આર્મી અને નેવી

મેનેજમેન્ટ સ્ટોરી

આજની જોક: સિનિયર v/s જુનીયર

  8 Responses to “એન્જિનિયર અને મેનેજર – ૨”

  1. હું મેનેજર છું ;)

  2. nice humor… enjoyed.. :P

  3. 1000% true….

  4. keep it up.. laughing is the best medicene…

  5. [...] Posted in તડાફડી by અનિમેષ અંતાણી on April 8th, 2008 [ એન્જિનિયર અને મેનેજર વાળી પોસ્ટ વાંચીને મુળ પુનાના અજયભાઈ [...]

  6. હું એન્જિનિયર પણ નથીને મેનેજર નથી – એટલા માટે મને વધારે મજા આવી.

  7. રસિકભાઈની જેમ હું એમજ વિચારતી હતી
    સારું છે હું એન્જિનિયર પણ નથી અને મેનેજર પણ …..

    greaaaaaaaat……

    હસતા રહો, હસાવતા રહો………….

  8. આપણે રહ્યા એન્જીનીયર … અને મેનેજરની વ્યાખ્યા એકદમ યોગ્ય … :) … મજા આવી

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME