૧. જો હું સમયની બચત કરું તો તે સમય મને (વ્યાજ સહિત) પાછો ક્યારે મળે?

૨. આ પછીનું વાક્ય સાચું છે. આ પહેલાનું વાક્ય ખોટું છે.

૩. મેં પહેલા કહ્યું તેમ હું એકની એક વાત વારંવાર કહેતો નથી!

૪. ક્યારેક મને એવી જરુર હોય છે જે ફક્ત તમે જ મને આપી શકો, આપની ગેરહાજરી!

૫. જો તમે પહેલા પ્રયત્ને સફળ થતા નથી તો આકાશમાંથી કુદકો મારવાનું સાહસ માંડી વાળજો.

૬. લડાઈથી એ નક્કી નથી થાતું કે કોણ સાચું છે, પણ એ નક્કી થાય છે કે કોણ બચ્યું છે!

૭. હેન્ગ ઓવરથી દુર રહેવાનો એક જ ઉપાય છે, પીતા રહો!

૮. જો તમારા પપ્પા ગરીબ હોય તો તે તમારું પ્રારબ્ધ અને જો તમારા સસરા ગરીબ હોય તો તે તમારી મૂર્ખતા ગણાય.

૯. હું જન્મ્યો ત્યારે ખૂબજ હોશિયાર હતો, આ ભણતરે દાટ વાળ્યો.

૧૦. બસ સ્ટેશન એટલે બસ જ્યાં થોભે તે, રેલ્વે સ્ટેશન એટલે ટ્રેન જ્યાં થોભે તે. મારું ટેબલ એક વર્ક સ્ટેશન છે.

૧૧. જો એ સાચું હોય કે આપણે બીજાઓની મદદ કરવી જોઈએ, તો કોઈ મને કહેશે કે બીજાઓ અહીં શામાટે છે?

૧૨. પ્રકાશની ઝડપ અવાજ કરતાં વધુ છે એટલે જ લોકો ત્યાં સુધી તેજસ્વી લાગે જ્યાં સુધી મોઢું ન ખોલે.

૧૩. આ પૃથ્વી પર રહેવું ભલે મોઘું લાગતું હોય પણ એ ન ભૂલવું જોઈએ કે તે આપણને સુર્યની ફરતે આંટો ખવડાવે છે!

૧૪. આપણું ભવિષ્ય આપણાં સ્વપ્નો પર અવલંબે છે. નિદ્રાધીન થઈ જાઓ!

૧૫. વ્યસન એક ધીમું ઝેર છે. અહીં કોને ઉતાવળ છે?

૧૬. તકલીફમાં હોય તેવા માણસને મદદ કરો અને તે તમને જરુર યાદ કરશે, ફરી તકલીફમાં આવશે ત્યારે.

૧૭. એવું કયું કામ તું કરી શકે જે બીજો કોઈ ન કરી શકે? મારું લખાણ હું વાંચી શકું!

૧૮. સમયસર પહોંચવાનો ગેરફાયદો એ કે આપણે પહોંચીએ ત્યારે બિરદાવવાવાળો કોઇ ન હોય.

૧૯. દારૂ એ સમસ્યાનો ઊકેલ નથી, તે તો દુધ પણ નથી.

૨૦. મગજ એક અવું અદભૂત અંગ છે જે સવારે ઊઠીએ ત્યારથી કામ કરવાનું શરુ કરી દે તે છેક આપણે ઓફિસ પહોંચીએ ત્યાં સુધી ચાલતું રહે!

***

આ પહેલા લખાયેલો આવો જ લેખ  ચબરાકિયાં અવતરણની દુનિયા

  9 Responses to “કેટલાંક ચબરાકિયાં”

  1. સવારમાં જ મોં મલકી ઉઠ્યું..મઝા પડી…આભાર….ઉ.મ..

  2. hahahahahaha….:))

  3. hahahahahaha….:))

  4. ખૂબ જ સરસ. આવુ જ સુન્દર ભોજન પીરસે રાખો, ઓડકાર નહી આવે તેની ખાત્રી આપુ છુ.

  5. હસવું હવે જેટલું મુશ્કેલ બનતું જાય છે, તેનાથીય વધું હસાવવું મુશ્કેલ બનતું જાય છે. પ્રયત્નો માટે અભિનંદન્.

  6. હું જન્મ્યો ત્યારે ખૂબજ હોશિયાર હતો, આ ભણતરે દાટ વાળ્યો.

  7. ૧૨.(……………………………………………………………………………. )અરે ભઇ!!! હુઁ તેજસ્વી છુઁ.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME