એક વખત એક પરિણિત યુગલ પોતાના લગ્નની ૨૫મી વર્ષગાંઠ ઉજવી રહ્યું હતું. તેઓ તેમના બહોળા મિત્રવર્તુળમાં ખુબ જ પ્રચલિત હતા. તેમના લગ્નના ૨૫ વર્ષોમાં તેઓ એક પણ વખત ઝગડ્યા નહોતા. ૨૫મી વર્ષગાંઠની પાર્ટીમાં લોકોએ તેમને તેમના “પ્રસન્ન દાંપત્ય જીવનનું રહસ્ય” જણાવવા આગ્રહ કર્યો. “૨૫ વર્ષમાં એક વખત પણ ઝગડ્યા ન હોય તે અસંભવ છે, અશક્ય છે”

પતિ તેના જુના દિવસોની યાદો તાજા કરીને કહેવાની શરુઆત કરે છે. “લગ્ન પછી મધુચંદ્ર (હનીમૂન) પર અમે શિમલા ફરવા ગયા હતા. ત્યાં ઘોડેસવારીનો લ્હાવો લેવા માટે મેં મારા માટે અને મારી પત્નીએ તેના માટે ઘોડો પસંદ કર્યો અને અમે સવારી કરવા નીકળી પડ્યા! મારો ઘોડો સમજુ અને ડાહ્યો હતો પણ મારી પત્નીનો ઘોડો જરાક તોફાની સ્વભાવનો હતો. રસ્તામાં ઘોડાએ એવો ઠેકડો માર્યો કે મારી પત્ની પડતાં પડતાં માંડ બચી. તેણીએ પોતાની જાતને સંભાળી લીધી અને ઘોડાની ડોકને થપથપાવતાં કહ્યું “આવું પહેલી વાર થયું” અને સવારી આગળ ચાલી. થોડી વાર પછી ફરી એવું થયું, પત્નીએ શાંતીથી કહ્યું “આવું બીજી વાર થયું” અને અમે અમારા રસ્તે આગળ વધ્યા. જ્યારે ઘોડાએ તેણીને ત્રીજી વખત ગબડાવવાનો પ્રયત્ન કર્યો, તેણીએ હળવેથી પોતાની પર્સમાંથી રિવોલ્વર કાઢીને ઘોડાને મારી નાખ્યો.

હું ગુસ્સાથી રાતોપીળો થતાં મારી પત્નીને પૂછ્યું “શું તું ગાંડી થઈ ગઈ છો? બિચારા ઘોડાને મારી નાખ્યો… તને નિર્દોશ પ્રાણીની દયા ન આવી?”

તેણીએ મારી તરફ જોયું અને કહ્યું “આવું પહેલી વાર થયું” બસ અને પછી અમારો સુખી સંસાર ચાલતો રહ્યો….

  8 Responses to “પ્રસન્ન દાંપત્ય જીવનનું રહસ્ય”

  1. gr88888…….

    kaash !! every woman learns this trick !!

  2. મધુચંદ્ર. હા હા હા. મધુરજની કહેવાય .. ;)

  3. ભૈ વાહ!!!

  4. “”
    તેણીએ મારી તરફ જોયું અને કહ્યું “આવું પહેલી વાર થયું” બસ અને પછી અમારો સુખી સંસાર ચાલતો રહ્યો….
    “”
    ન જાણે કેમ મને એ પતિ પર ખુબ જ દયા આવે છે………………………અરે ! હા, યાદ આવ્યું, મારા પણ કઈક એવા જ હાલ છે… :) :)
    (મજાક કરું છું…:))

  5. I have read somewhere

  6. Animeshbhai,
    Maza maza aavi gai.Thanks….

  7. અરે અનિમેષભાઇ, આમ કેમ ડરાવો?

  8. Aa Story to Adhuri Che. Pati Indian Army ma hato atle tene pase pan AK56 hati. Mate patni pan kai boli shake nahi ane lagna sansar shanti thi chalto rahe. Remember for a happy marriage balance is required.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME