FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

એન્જિનિયર અને મેનેજર

with 10 comments

મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને તાલિમ દરમ્યાન એક થાંભલાની ઊંચાઈ માપવાનું કહેવામાં આવ્યું.

નિસરણી અને માપપટ્ટી લઈને તેઓ મંડી પડ્યા થાંભલાની ઊંચાઈ માપવા. ક્યારેક માપપટ્ટી પડી જાય તો ક્યારેક નિસરણી હટી જાય!

એક એન્જિનિયર આ ખેલ જોતો હતો તે આવ્યો અને તેણે થાંભલાને આડો પાડી, જમીન પર સુવડાવીને માપપટ્ટીથી માપ લીધું અને ફરી થાંભલાને તેની જગ્યાએ ગોઠવીને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને કહ્યુ “જુઓ આમ થાય!” અને પોતાને કામે લાગી ગયો.

એન્જિનિયરના ગયા પછી એક મેનેજમેન્ટનો વિદ્યાર્થી બીજા ને કહે છે “જોયું, આવ્યો મોટો એન્જિનિયર!” જોર જોરથી હસતાં હસ્તાં..
“ડફોળને એટલી ખબર પડતી નથી કે અહીં ઊંચાઈ માપવાની હતી અને તેણે લંબાઈ માપી!”

બોધ: એન્જિનિયર ગમે તેટલું સારું કામ કરશે, મેનેજર તેમાંથી ભૂલો જ કાઢશે!

Written by વિનય ખત્રી 'અનિમેષ'

April 2nd, 2008 at 7:00 am

10 Responses to 'એન્જિનિયર અને મેનેજર'

Subscribe to comments with RSS or TrackBack to 'એન્જિનિયર અને મેનેજર'.

  1. આમાં ગપ્પુ શું હતું ને સત્ય હું સમજવું?

    Neela

    2 Apr 08 at 7:09 am

  2. જેમ તમે બ્લોગ બંધ કરવાનું કહી માત્ર નામ બદલ્યું…!!

  3. સાચી વાત કહી
    boss will always be boss

    Manthan Bhavsar

    2 Apr 08 at 9:39 am

  4. :D … સરસ … ભાષાંતર કરીને મારા મેનેજરને વંચાવુ છું … !! :)

  5. બન્ને તેમના કામને માટે લાયક નથી! અરે ભાઈ, સાવ સાદી રીતે લંબાઈ કે ઉંચાઈ માપી શકાય. લો આજનું મારું અવલોકન વાંચો - http://gadyasoor.wordpress.com/2008/04/01/street_light_pole/

  6. વાહ… :-)

    Niraj

    2 Apr 08 at 2:10 pm

  7. જી હા… મેં તો મારા સ્ટાફમાં “Today’s Fun” કરીને મોકલી આપી. Enjoyed everyone!!

    Bhavna Shukla

    2 Apr 08 at 6:36 pm

  8. FUN———

    ashalata

    2 Apr 08 at 7:57 pm

  9. Both are right. Manager’s job is to find fault.
    Assi. job is to agree with him.
    visit
    http://www.pravinash.wordpress.com

    pravinash1

    2 Apr 08 at 11:38 pm

  10. Good one.

Leave a Reply