શાળા – એક એવી જ્ગ્યા જેના માટે પપ્પા ચુકવે અને પપ્પુ રમે.

જીવન વિમો – મર્યા પછી પૈસાદાર થવા માટે જીવનભર ગરીબ રાખનાર ગોઠવણ.

નર્સ – એક એવી વ્યક્તિ જે તમને ઊંઘની ગોળીઓ લેવા માટે ભર ઊંઘમાંથી જગાડે.

લગ્ન – એક એવો બનાવ જેમાં મુરતિયો ‘બેચલર’ની ડીગ્રી ગુમાવે છે અને કન્યા ‘માસ્ટર્સ’ની ડીગ્રી મેળવે છે.

આંસુ – પુરુષના અડગ સંકલ્પને ધોઈ નાખતું પાણી.

લેક્ચર – પ્રોફેસરની નોંધપોથીમાંથી વિદ્યાર્થીની નોંધપોથીમાં ઊતરતું જ્ઞાન જે બંનેના મગજને અસ્પૃશ્ય રહે છે!

કોન્ફરન્સ – ગૂંચવાડો ગુણ્યા હાજર સંખ્યા.

કોન્ફરન્સ રુમ – એક એવી જગ્યા જ્યાં બધા બોલે છે પણ કોઈ સાંભળતું નથી.

પપ્પા – એટીએમ – એની ટાઈમ મની.

બોસ – એક એવી વ્યક્તિ જે તમે મોડા પડ્યા હો તે દિવસે સમયસર હોય અને તમે જે દિવસે સમયસર હો તે દિવસે મોડી.

દાકતર – જે તમારી બિમારીઓ દવા વડે ભગાડે છે અને તમને ખર્ચા વડે મારી નાખે છે!

ગુજરાતી પુસ્તકો – લોકો વખાણે છે પણ વાંચતા નથી.

સ્મિત – એક એવો વળાંક જે ઘણું બધું સીધું ને સરળ બનાવે છે!

બગાસું – પરણેલા પુરુષને મોઢું ખોલવા માટેનો સમય.

અનુભવ – ભૂલોનું બીજું નામ.

અણુબોમ્બ – બધા શોધખોળોની ઘોર ખોદ શોધ.

શબ્દકોષ – એક એવી જ્ગ્યા જ્યાં ઈનામ હરીફાઈની પહેલા, પગાર હાજરીની પહેલા અને પરિણામ પરીક્ષાની પહેલા આવે છે!

વગેરે વગેરે – જેટલું જાણીએ છીએ તેના કરતાં વધારે દેખાડવા માટે વપરાતા શબ્દો.

-સંકલિત


  7 Responses to “કેટલીક સાચી વ્યાખ્યાઓ”

  1. Very good ones

    કંઈક ફ્રેશ માલ વાંચવા મળ્યાનો આનંદ થયો…..

  2. Good collection, Experience and watch list

  3. તડાફડી જે તડફડ કરે અને મનન કરવા પ્રેરે.

  4. અનિમેષ જે તડાફડી પર મઝાના ગપ્પા હાંકે રાખે.

  5. police ne tya j …. ?!!

    did mistake in puting a link ?

  6. અરે વાહ …. આતો એજ વાતો છે … originally એકજ text છે ..પણ તમારા સ્વભાવ પ્રમાણે સીધું કહી દ્યો છો … અને હું જરા કાવ્યાત્મક બનવાની કોશિશ કરું છુ … હવે હું ખોટી જ મહેનત કરું છું ને …. આ બધું તો તમે મારાથી પહેલાંજ કહી દીધેલું છે…. ચાલો હવે આગળનું કામ બંધ…. તોયે જેટલી Definations translet કરી દીધી છે તે શેર કરીજ દઈશ . :)

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME