FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

Archive for March 28th, 2008

કેટલીક સાચી વ્યાખ્યાઓ

with 5 comments

શાળા - એક એવી જ્ગ્યા જેના માટે પપ્પા ચુકવે અને પપ્પુ રમે.

જીવન વિમો - મર્યા પછી પૈસાદાર થવા માટે જીવનભર ગરીબ રાખનાર ગોઠવણ.

નર્સ - એક એવી વ્યક્તિ જે તમને ઊંઘની ગોળીઓ લેવા માટે ભર ઊંઘમાંથી જગાડે.

લગ્ન - એક એવો બનાવ જેમાં મુરતિયો ‘બેચલર’ની ડીગ્રી ગુમાવે છે અને કન્યા ‘માસ્ટર્સ’ની ડીગ્રી મેળવે છે.

આંસુ - પુરુષના અડગ સંકલ્પને ધોઈ નાખતું પાણી.

લેક્ચર - પ્રોફેસરની નોંધપોથીમાંથી વિદ્યાર્થીની નોંધપોથીમાં ઊતરતું જ્ઞાન જે બંનેના મગજને અસ્પૃશ્ય રહે છે! Read the rest of this entry »

Written by વિનય ખત્રી 'અનિમેષ'

March 28th, 2008 at 7:50 am