પ્રિય મિત્રો,

એક મહિનાના લાંબા વિરામ બાદ આજે નેટસૅવિ લખવા બેઠો છું. આજનો વિષય છે અંગ્રેજી અક્ષરો ઊંધા કેમ લખશો? દા.ત. “upside down” ને બદલે “uʍop ǝpısdn” કેવી રીતે લખશો?

મને આ પ્રશ્ન અને તેનો જવાબ જાણવા મળ્યો કાર્તિક મિસ્ત્રીના બ્લોગ પરથી અને પછી હંમેશ પ્રમાણે કેમ? શું? કેવી રીતે? જાણવા ખાંખાખોળા શરુ અને પરિણામે આજની આ નેટસૅવિ.

ઊલટા અક્ષરો લખવા માટેનું ટાઈપ-પેડ ફ્લિપ માટે અહીં ક્લિક કરો. આ રીતે ઊલટાવેલા અક્ષરો વડે આપ ઈમેઈલ/સ્ક્રેપ/કોમેન્ટ લખીને મિત્રો સાથે ગમ્મ્ત કરી શકો છો!

a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z

z ʎ x ʍ ʌ n ʇ s ɹ b d o u ɯ l ʞ ɾ ı ɥ ƃ ɟ ǝ p ɔ q ɐ

ઊલટા અક્ષરો લખવાનું શક્ય બન્યું યુનિકોડ ફોન્ટ અને જાવા સ્ક્રીપ્ટની કરામત વડે. યુનિકોડ ફોન્ટ  ૬૫૦૦૦થી વધુ અલગ અલગ ભાષાના અક્ષરો વડે બનેલું હોય છે. તેમંના કેટલાક અક્ષરો અંગ્રેજી અક્ષરોને ઊલટાવી નાખ્યા હોય તેવા દેખાતા હોય છે તો તેનો ઉપયોગ કરી જાવા સ્ક્રીપ્ટ વડે યુનિકોડ મેપીંગ કરીને આ ટાઈપ પેડ તૈયાર કર્યું ડેવિડ ફેડન નામના નિપુણ ડિઝાઈનરે.

“મને ટાઈપોગ્રાફીનો ખાસ શોખ નહી” ફેડન કહે છે: ”હું આનંદ ખાતર યુનિકોડ ફોન્ટના ચાર્ટને જોયા કરતો કે અંદર કેવોક ખજાનો ભર્યો છે?”

ડેવિડ ફેડનના ટાઈપ પેડ ઉપરાંત ફાઈલફોરમેટ પણ આવો જ એક ટાઈપ પેડ આપે છે.

***

આ પહેલાનો મણકો વાંચવા અહીં ક્લિક કરો: ચાલો બનીએ નેટસૅવિ (૧૩) * સમગ્ર શ્રેણી વાંચવા અહીં ક્લિક કરો: નેટસૅવિ

  5 Responses to “ચાલો બનીએ નેટસૅવિ (૧૪)”

  1. મારો વિચાર ગુજરાતીમાં આ પ્રકારનાં ફોન્ટ બનાવવાનો છે, પણ પહેલાં ગુજરાતીમાં ફાલતુ ફોન્ટ્સને ફિક્સ કરવાની જરૂર છે.

    કોઇ છે?

  2. ગુગલ િવશે જાણી આનંદ થયો . આપના તરફ થી ંમળેલા ઈમૅલમા ન સમજાયતેવી ભાશા આવે છે.આનો ઉપાઈ જણાવશો

  3. હું ગુજરાતીમાં લખું છું, જે આપની રીડિફમેઇલ સપોર્ટ કરતી નથી તેથી આવું થાય છે. આપનું ખાતું જીમેઇલમાં ખોલાવી લો, ગુજરાતીમાં ઇમેઇલ વાંચી શકશો.

  4. This sounds cool. All the tips are useful.
    Keep it up…

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME