નમ્ર વિનંતી…!
પુણેરી પાટ્યા વિશેની પોસ્ટ દેખાય છે પણ નથી પસંદ પડી તેવા પ્રતિસાદ પરથી પ્રેરાઈને આજે ફરી એક વાર પુણેરી પાટ્યામાંથી વધુ એક પાટી:
“નમ્ર વિનંતી: બોર્ડીંગમાં જમવા તેમજ બેંકમાં આવનાર ગ્રાહકો પોતાના વાહન અંદર લગાડશે તો પંક્ચર કરીને ‘નો પાર્કિંગ’માં મૂકી દેવામાં આવશે!”
પુણેમાં પાર્કિંગનો બહુ મોટો પ્રશ્ન છે એટલે આ પાટિયું લગાડવામાં આવ્યું છે પણ અહીં આપણે તેની ભાષા જોઈએ: નમ્ર વિનંતીના મથાળા સાથે શરુ થતા આ પાટિયાનો ઉતરાર્ધ જુઓ: (ફક્ત હવા કાઢી ને નહીં પણ) પંક્ચર કરીને નો પાર્કિંગમાં મૂકી દેવામાં આવશે! (જેથી આરટીઓ તે વાહન ટો કરીને લઈ જશે)
આ વિનંતી છે તો ધમકી કેવી હશે?

આવા પાટિયા ખરેખર અજુગતા લાગે ખરૂંને?
shivshiva
24 Mar 08 at 1:01 pm
આને નમ્ર ભાષામાં ચીમકી આપી કહેવાય ________
ashalata
24 Mar 08 at 10:39 pm
પુણેરી પાટીઓ વિશે પુણેથી હેમંત પુણેકરની કમેન્ટ ન આવે તો “યે તો બહુત ના ઈન્સાફી હૈ” એમ કહેવું પડે.
પુણેરી લોકોની (પુણેકરો જેવો શબ્દપ્રયોગ અહીં સહેતુક ટાળવામાં આવ્યો છે) છાપ (image) થોડાક ચોખલીયા ટાઈપની છે. વાત સાચી છે કે ખોટી એ મને ખબર નથી પણ એક વખત પુણેરી પાટીઓ ઉચ્ચતમ (કે નિચ્ચતમ) કયા સ્તર સુધી જઈ શકે એનું ઉદાહરણ છે આ પાટી. એક મંગલ કાર્યાલયના (લગ્નપ્રસંગ માટેનો હૉલ) ટૉઈલેટમાં અંદરની તરફ એક પાટી પર આ લખેલું હતું:
કૃપા કરીને બહાર જતી વખતે ટૉઈલેટના દરવાજાની ખીંટી ડાબા હાથે બંધ કરશો નહી
હેમંત પુણેકર
25 Mar 08 at 10:52 am
Haha….
This reminds of those funny Chinglish sign boards from china…
Khun sundar.
–
http://www.searchgujarati.com
શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર
SG
25 Mar 08 at 1:39 pm