FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

શેરને માથે સવાશેર

with 4 comments

કોલેજના ચાર તોફાની છોકરાઓ પરીક્ષાના આગલી રાત્રે મોડે સુધી જાગ્યા અને મજાક મસ્તી કરી તેથી પરીક્ષાની તૈયારી કરી શક્યા નહીં. તેમણે એક ઉપાય શોધી કાઢ્યો. બીજે દિવસે તેઓ કપડાને ગ્રીસ અને ધૂળ વડે મેલા કર્યા અને કોલેજના ડીન સમક્ષ હાજર થઈને કહ્યું કે અમે ગઈ કાલે લગ્નમાં ગયા હતા. પાછા વળતી વખતે કારનું ટાયર ફાટ્યું અને અમારે કારને ધક્કા મારવા પડયા અને અમારી હાલત થઈ ગઈ એટલે અમે પરીક્ષામાં બેસી શકીએ તેમ નથી.

ડીન તેમની આ હાલત અને તેમની વાતોથી સહમત થયા અને ત્રણ દિવસ પછી પરીક્ષા આપવાની સગવડ કરી આપી. છોકરાઓએ ડીનનો આભાર માન્યો અને પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા.

ત્રીજે દિવસે તેઓ ડીન સમક્ષ પરીક્ષા આપવા માટે હાજર થયા. ડીન સાહેબે કહ્યું કે આ આપના માટેની પરીક્ષા લેવાની ખાસ ગોઠવણ છે એટલે દરેકને જુદા જુદા વર્ગખંડમાં બેસવાનું છે. ચારેય છોકરાઓ આ શરત માટે સહમત થયા કેમકે તેમણે ત્રણ દિવસમાં સારી એવી તૈયારી કરી હતી.

દરેકને એક એક પ્રશ્નપત્ર આપવામાં આવ્યું જેમાં કુલ્લ ૧૦૦ ગુણના પ્રશ્નો આ પ્રમાણે હતા:

પ્રશ્ન પહેલો: તમારું નામ? … … … … … … … ૨ ગુણ.

પ્રશ્ન બીજો: કયું ટાયર ફાટ્યું હતું? … … … … ૯૮ ગુણ.

અ) આગળનું ડાબું.
બ) આગળનું જમણું.
ક) પાછળનું ડાબું.
ડ) પાછળનું જમણું.

Written by વિનય ખત્રી 'અનિમેષ'

March 23rd, 2008 at 7:00 am

4 Responses to 'શેરને માથે સવાશેર'

Subscribe to comments with RSS or TrackBack to 'શેરને માથે સવાશેર'.

  1. v.good

    shivshiva

    23 Mar 08 at 4:47 pm

  2. WOW.

    Smart Dean Hey students, never under estimate teachers and Dean

    please visit http://www.pravinash.wordpress.com

    pravinash1

    24 Mar 08 at 10:14 am

  3. good one

    ashok

    24 Mar 08 at 7:06 pm

  4. no way ……!!
    simply they failed………….

    great !!

    Pinki

    27 Mar 08 at 4:59 pm

Leave a Reply