કોલેજના ચાર તોફાની છોકરાઓ પરીક્ષાના આગલી રાત્રે મોડે સુધી જાગ્યા અને મજાક મસ્તી કરી તેથી પરીક્ષાની તૈયારી કરી શક્યા નહીં. તેમણે એક ઉપાય શોધી કાઢ્યો. બીજે દિવસે તેઓ કપડાને ગ્રીસ અને ધૂળ વડે મેલા કર્યા અને કોલેજના ડીન સમક્ષ હાજર થઈને કહ્યું કે અમે ગઈ કાલે લગ્નમાં ગયા હતા. પાછા વળતી વખતે કારનું ટાયર ફાટ્યું અને અમારે કારને ધક્કા મારવા પડયા અને અમારી હાલત થઈ ગઈ એટલે અમે પરીક્ષામાં બેસી શકીએ તેમ નથી.

ડીન તેમની આ હાલત અને તેમની વાતોથી સહમત થયા અને ત્રણ દિવસ પછી પરીક્ષા આપવાની સગવડ કરી આપી. છોકરાઓએ ડીનનો આભાર માન્યો અને પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા.

ત્રીજે દિવસે તેઓ ડીન સમક્ષ પરીક્ષા આપવા માટે હાજર થયા. ડીન સાહેબે કહ્યું કે આ આપના માટેની પરીક્ષા લેવાની ખાસ ગોઠવણ છે એટલે દરેકને જુદા જુદા વર્ગખંડમાં બેસવાનું છે. ચારેય છોકરાઓ આ શરત માટે સહમત થયા કેમકે તેમણે ત્રણ દિવસમાં સારી એવી તૈયારી કરી હતી. Continue reading »

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME