Mar 142008
 
x

આ ભાઈ નથી પડી ગયા કે નથી દારૂ પીને બેહોશ થયા… આ ભાઈ જાહેરમાં બેફિકર થઈને નિદ્રા દેવીની ઉપાસના કરી રહ્યા છે!

સ્પેનમાં જન્મેલા અને ચાર વર્ષથી જાપાનમાં રહેતા ૨૭ વર્ષીય અને કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, ટેકનોલોજી, પ્રવાસ, વિજ્ઞાન, ભૌતિક શાસ્ત્ર, ખગોળ શાસ્ત્ર, સંસ્કૃતિ, બ્લોગીંગ, વાંચન, લેખન, ફોટોગ્રાફી વગેરે વિષયોના રસિક અને નવું જાણવાની અને શિખવાની તમન્નાવાળા હેક્ટર ગ્રેશીયા તેમના બ્લોગ પર એક પોસ્ટમાં જાપાનીઓની જાહેરમાં નિદ્રાધીન થવાની આ પ્રકૃતિ વિશે લખે છે: “જાપાનીઓની એક ખાસિયત છે તેઓ ક્યારેય પણ અને ક્યાંય પણ ઊંઘી શકે! હું જ્યારથી જાપાન આવ્યો ત્યારથી આ ઊંઘણશીંઓને કચકડે કંડારું છું. મારા બ્લોગ પરના પહેલા ચિત્રમાં આપ જોશો કે ચાર-ચાર જણા હારબંધ ઊંઘી રહ્યા છે! મેં જ્યારે આ ફોટો પાડ્યો ત્યારે મારા ડબ્બામાં લગભગ બધા જ વામકુક્ષીની મજા માણી રહ્યા હતા! આવું (લોકોનું જાહેરમાં ઊંઘી જવું) મેં લંડનમાં ક્યારેય નહોતું જોયું.”

આ લેખ ટાઈપ કરતાં કરતાં મને પણ બગાસ આવવા મંડ્યા, ચાલો જોકું આવી જાય તે પહેલાં ઉમેરી દઉં કે વધુ ફોટોગ્રાફ્સ આપ ફ્લિકર પર જોઇ શકો છો…

  3 Responses to “ગીર ગયા ઔર લગ ગઈ…”

  1. Man, I feel sleepy too

  2. YOU HAVE ORIGINAL.
    STAY CREATIVE AND LET HASYDARBAR AS YOUR HELP IF YOU NEED!!!

  3. નીંદ ઉડ જાયે તેરી ચેનસે સોનેવાલે.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME