આ તે ખગ છે કે ઠગ?

By વિનય ખત્રી, March 2, 2008 8:00 am

આજે એક ફોર્વર્ડેડ ઈમેઈલ મળી, તેમાંના ચિત્રો જોઈને માનવામાં નથી આવતું કે આ પક્ષી છે કે ચોર?

x

જાદુઈ છડી જેવા કાર ધોવાના સ્વયં સંચાલીત યંત્રના સિક્કા નાખવાની જગ્યાએ આ પક્ષીએ ચાંચ નાખી અને…

એક સાથે ત્રણ સિક્કા તડફાવી લીધા!

માનવામાં ન આવે તેવી વાત છે પણ આવી રીતની ચાંચની ચાલાકીથી ચોરી કરવા વાળું આ પક્ષી એકલું નહોતું, એવા ઘણા બધા પક્ષીઓ હતા! એક દિવસ આ ચોર રંગે હાથ પકડાયા અને થોડી શોધખોળ પછી મુદ્દા-માલ પણ હાથ લાગ્યો. ચાર હજાર ડોલરથી વધુ કિંમતના સિકકા આ કાર વોશ કરવાના ઓટોમેટીક મશીનના છાપરેથી અને પાસેના ઝાડ પરથી મળ્યા!

“આ એક સત્ય હકિકત છે, મેં મારી જાતે ચકાશી જોઈ છે” આ વાતને ઈન્ટરનેટ પર પ્રસિદ્ધ કરનાર Bertho Boman તેમના એક લેખ A Bird Storyમાં કહે છે.

(આ ફોર્વર્ડેડ ઈમેઈલ મોકલવા માટે બ્લોગ જગતના દાદા સુરેશ જાનીનો આભાર.)

9 Responses to “આ તે ખગ છે કે ઠગ?”

  1. ashalata says:

    બ્લોગ જગતના દાદા એટલે DADA
    thank u dada

  2. chetu says:

    Thank U . thanks to Dada also.

  3. જબરું ભાઈ આ તો … આ બર્ડઝ ને પેટ બનાવવા પડશે … !!! :)

  4. jignesh says:

    આ ખગ તો એકદમ ઠગ છે.

    ફરી પાછા અજ્ઞાતભાઈ વાળી ના ચલાવતા. જો આ કોમેંટથી જો તમને રાઈટર્સ બ્લોક આવતો હોય તો જણાવજો તો ફરી હું અહીં કોમેંટ ના આપું.

  5. pravinash1 says:

    What a trained ‘BIRD’!

  6. અનિમેષ અંતાણી says:

    જીજ્ઞેશભાઈ!

    આપ હવે મારા માટે અજ્ઞાત નથી રહ્યા. ખાંખાખોળા કરીને મેં જાણી લીધું છે કે આપ કોણ છો એટલે હવે આપ કોઈ પણ નામે કોમેન્ટ કરો મને ફરક નથી પડતો.

    અને હા, આપના બાયોડેટામાં આપેલ ઈમેઈલ પર એક મેલ મોકલાવી છે સમય મળ્યે વાંચજો અને વિચારજો..

  7. jignesh says:

    આભાર, તડાફડી ફેઈમ મીત્ર. ઈમેલ ચેક કરી જવાબ આપીશ. એ સારું થયું કે ખાંખાખોળા કરી ઈમેલ મોકલવાથી તમારા જીવને શાંતી થઈ. હવે તો અજ્ઞાતનો અજંપો દૂર થઇ ગયો ને! ટચમાં રહેજો.

  8. Niraj says:

    જબરું શોધી લાવ્યા… thanks to dada too..

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.