FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

માર્ચ મહિનો: ઊજવવાનો મહિનો

with 2 comments

પ્રિય મિત્રો,

આજે તા. ૧લી માર્ચ, ૨૦૦૮. આજથી માર્ચ મહિનો શરુ થાય છે સાથે ઊજવવાની મૌસમ પણ શરુ થાય છે. આ મહિનામાં કેટલા બધા તહેવારો એક સાથે આવે છે: મહાશિવરાત્રિ (૬), આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ (૮), ફાગણ માસ શરુ (૮), અનિમેષનો જન્મ દિવસ (૮), તડાફડીનો જન્મ દિવસ (૧૭), ઈદ-એ-મિલાદ (૨૦), હોળી (૨૧), ગુડ ફાયડે (૨૧), ધૂળેટી (૨૨), ઈસ્ટર (૨૩), છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ (૨૪)…અધધ તહેવારો…

આ બધા તહેવારો આપણે સાથે મળીને ઊજવશું જ. પણ અહીં વાત કરવી છે બે ખાસ પ્રસંગોની એક તો મારો જન્મ દિવસ અને બીજો તડાફડીનો જન્મ દિવસ બંને આ મહિને આવે છે અને આપણે બંને પ્રસંગો ધામધુમથી એક સાથે સોમવાર તા. ૧૭ માર્ચના ઊજવશું.

આગોતરી જાણ કરવાનું કારણ એ કે બધા સાથે મળીને ઓનલાઈન ઊજવણું કેવી રીતે કરવું જોઈએ તેના આઈડિયાઝ મને જણાવો જેથી યોગ્ય તૈયારી થઈ શકે.

તો આપના વિચારો મને લખી મોકલાવો….

એજ,

આપનો અનિમેષ અંતાણી

Written by વિનય ખત્રી 'અનિમેષ'

March 1st, 2008 at 8:00 am

Posted in અંગત

2 Responses to 'માર્ચ મહિનો: ઊજવવાનો મહિનો'

Subscribe to comments with RSS or TrackBack to 'માર્ચ મહિનો: ઊજવવાનો મહિનો'.

  1. 6 માર્ચ મારા દીકરા કવનનો બર્થડેટ, 11 મારા જીવનસાથી સુધીરની બર્થડેટ, 16મી માર્ચ ડૉ. વિવેક ટેલરની બર્થડેટ છે.
    અધધ આતો વધી ગયા વીશ કરવાના દિવસો નહીં?

    Neela

    1 Mar 08 at 12:39 pm

  2. Animeshbhai, there must be party blogs on the ocassions of birtdays of yours and TadaFadi!

Leave a Reply