પ્રિય મિત્રો,

આવતે અઠવાડિએ મને ગુજરાતી બ્લોગ જગતમાં એક વર્ષ પુરું થશે. આ એક વર્ષ દરમ્યાન સારા-માઠા ઘણા અનુભવો થયા. તેમાંથી સૌથી વધારે તકલીફ થઈ હોય તો તે નનામી પ્રતિભાવોથી. આ નધણીયાતી કોમેન્ટ્સ એક માથાનો દુઃખાવો છે. એક નનામી કોમેન્ટ આખી ક્રિએટિવિટી ખતમ કરી નાખે છે અને રાઈટર બન્યા પહેલાં જ ‘રાઈટર્સ બ્લોક’ આવી જાય છે!

આ બ્લોગની શરુઆત થઈ ગોલમાલ નામના બેનામી બહુરુપિયાની અનૉનિમસ કોમેન્ટ્સને કારણે. ગુજરાતી બ્લોગ જગતનું એક જાણીતું નામ ગોલમાલને નામે ઘાલમેલ કરે છે અને તે કોણ છે તેનો મને અંદેશો છે.

ચાલો, આજે આપણે અહીં આવા લોકોની યાદી બનાવીએ. મને જેટલા નામ ખબર છે તે અહીં મૂકું છું, આશા છે આપ આ યાદી આગળ વધારશો.

૧. ગોલમાલ

૨. શિકારીના તાતશ્રી

૩. ભોળો ભરવાડ

૪. ગુડબગ

૫. એમ એમ પટેલ

૬. ફેન્ટમ સર્ફર

૭. જીજ્ઞેશ શાહ

….

જેમાં નં ૨ અને ૩નું હ્રદય પરિવર્તન થયું છે અને હાલ નિમ્ન પ્રકારની પ્રવૃતિથી દૂર અને રચનાત્મક પ્રવૃતિમાં પ્રવૃત છે. તેમનું આ પગલું આવકારદાયક છે અને અનિમેષ તેને બિરદાવે છે…

  One Response to “નનામી કોમેન્ટ્સ અને સરદર્દ”

  1. અનિમેષભાઈ, હ્રદય પરિવર્તન નથી થયું…….. પ્રલોભનો છુટી ગયા છે…

    by the way અનામી કોમેન્ટેટર્સની નનામી ને અમારો ખભો કાયમ મળ્યા કરશે.

    Happy Birthday Tadafadi

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME