માર્ચ મહિનો: ઊજવવાનો મહિનો

By વિનય ખત્રી, March 1, 2008 8:00 am

પ્રિય મિત્રો,

આજે તા. ૧લી માર્ચ, ૨૦૦૮. આજથી માર્ચ મહિનો શરુ થાય છે સાથે ઊજવવાની મૌસમ પણ શરુ થાય છે. આ મહિનામાં કેટલા બધા તહેવારો એક સાથે આવે છે: મહાશિવરાત્રિ (૬), આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ (૮), ફાગણ માસ શરુ (૮), અનિમેષનો જન્મ દિવસ (૮), તડાફડીનો જન્મ દિવસ (૧૭), ઈદ-એ-મિલાદ (૨૦), હોળી (૨૧), ગુડ ફાયડે (૨૧), ધૂળેટી (૨૨), ઈસ્ટર (૨૩), છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ (૨૪)…અધધ તહેવારો…

આ બધા તહેવારો આપણે સાથે મળીને ઊજવશું જ. પણ અહીં વાત કરવી છે બે ખાસ પ્રસંગોની એક તો મારો જન્મ દિવસ અને બીજો તડાફડીનો જન્મ દિવસ બંને આ મહિને આવે છે અને આપણે બંને પ્રસંગો ધામધુમથી એક સાથે સોમવાર તા. ૧૭ માર્ચના ઊજવશું. Continue reading 'માર્ચ મહિનો: ઊજવવાનો મહિનો'»

નનામી કોમેન્ટ્સ અને સરદર્દ

પ્રિય મિત્રો,

આવતે અઠવાડિએ મને ગુજરાતી બ્લોગ જગતમાં એક વર્ષ પુરું થશે. આ એક વર્ષ દરમ્યાન સારા-માઠા ઘણા અનુભવો થયા. તેમાંથી સૌથી વધારે તકલીફ થઈ હોય તો તે નનામી પ્રતિભાવોથી. આ નધણીયાતી કોમેન્ટ્સ એક માથાનો દુઃખાવો છે. એક નનામી કોમેન્ટ આખી ક્રિએટિવિટી ખતમ કરી નાખે છે અને રાઈટર બન્યા પહેલાં જ ‘રાઈટર્સ બ્લોક’ આવી જાય છે!

આ બ્લોગની શરુઆત થઈ ગોલમાલ નામના બેનામી બહુરુપિયાની અનૉનિમસ કોમેન્ટ્સને કારણે. ગુજરાતી બ્લોગ જગતનું એક જાણીતું નામ ગોલમાલને નામે ઘાલમેલ કરે છે અને તે કોણ છે તેનો મને અંદેશો છે. Continue reading 'નનામી કોમેન્ટ્સ અને સરદર્દ'»

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.