Mar 312008
 
  • અમારા છુટાછેડા ધાર્મિક મતભેદોને કારણે થયા, તે પોતાને ભગવાન માને છે, પણ હું નહીં.
  • મને ગાંડપણ નામનો રોગ નથી, શોખ છે!
  • હું ખૂબ મહેનતથી કામ કરું છુ કેમકે અબજો રૂપિયાની સખાવતો મારા ભરોશે છે!
  • કેટલાક લોકો હજુ જીવે છે કેમકે મારી નાખવું એ ગુનો છે!
  • જીવનને બહુ ગંભીરતાથી ન લેવું, કોણ જીવતું બચ્યું છે?
  • સુંદરતા આંખોમાં હોય છે, પીધેલા પુરુષની!
  • હું કાંઇ સંપુર્ણ મૂર્ખ નથી, કેટલોક ભાગ ગાયબ છે!
  • ભગવાનને મૂર્ખાઓ બહુ પસંદ હશે એટલે જ તેમણે આટલા બધાને બનાવ્યા!
  • હેંગઓવર એ બીજું કંઇ નથી પણ દ્રાક્ષનો ગુસ્સો છે!
  • હજારો કિલોમીટરની મુસાફરી બેંકમાંથી પૈસા કઢાવવાથી શરુ થાય છે!
  • “એક ચિત્ર હજારો શબ્દોની ગરજ સારે છે” સાવ સાચું પણ ગમે તે ફોર્મેટમાં સેવ કરો, ઓછામાં ઓછી ત્રણ હજાર ગણી સ્પેસ લે છે!
Mar 302008
 

બે મહિના પહેલાં ભારતમાં જ્યારે ઠંડીનું મોજું ફરી વળ્યું હતું ત્યારે દક્ષીણ ચીનમાં કરા પડ્યા હતા. આ બરફના વરસાદને કારણે પાંદડાઓ પર પાણી જામી જવાને કારણે બરફના કેવા આકારો રચાયા હતા તે જુઓ:

કુદરતની અદ�ૂત કરામત - ૨

વધુ ફોટોગ્રાફ જોવા માટે માય ઈન્ટરેસ્ટીંગ ફાઈલ્સ બ્લોગની મુલાકાત લો.

આંતરરાષ્ટ્રીય બરફ શિલ્પકળા સ્પર્ધા વિશે જાણવા વાંચો: બરફ વડે અદભૂત કળા

Mar 292008
 

ભારતીય લશ્કરનો એક વિભાગ છે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈજેશન ઓફ ઈન્ડીયા. આ વિભાગ ભારતની સરહદો પર જ્યાં જવું અત્યંત કપરું હોય તેવી જ્ગ્યાઓને રસ્તાઓ વડે જોડે છે. તેમની વેબસાઈટ પર લખે છે “આપણે એ ભૂલવું ન જોઈએકે આ દુર્ગમ વિસ્તારના રસ્તાઓ ફક્ત સિમેન્ટ અને કોંક્રીટ વડે નથી બન્યા પણ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈજેશન ઓફ ઈન્ડીયાના જવાનોના લોહી અને કેટલાક લોકોના બલિદાન વડે બન્યા છે” આ વિભાગે મૂકેલા કેટલાક પાટીયા જેની સુચનાઓ કદાચ આપણને સાચો રાહ દેખાડે…

Boarder Roads Organisation Boarder Roads Organisation Boarder Roads Organisation Continue reading »

Mar 282008
 

શાળા – એક એવી જ્ગ્યા જેના માટે પપ્પા ચુકવે અને પપ્પુ રમે.

જીવન વિમો – મર્યા પછી પૈસાદાર થવા માટે જીવનભર ગરીબ રાખનાર ગોઠવણ.

નર્સ – એક એવી વ્યક્તિ જે તમને ઊંઘની ગોળીઓ લેવા માટે ભર ઊંઘમાંથી જગાડે.

લગ્ન – એક એવો બનાવ જેમાં મુરતિયો ‘બેચલર’ની ડીગ્રી ગુમાવે છે અને કન્યા ‘માસ્ટર્સ’ની ડીગ્રી મેળવે છે.

આંસુ – પુરુષના અડગ સંકલ્પને ધોઈ નાખતું પાણી.

લેક્ચર – પ્રોફેસરની નોંધપોથીમાંથી વિદ્યાર્થીની નોંધપોથીમાં ઊતરતું જ્ઞાન જે બંનેના મગજને અસ્પૃશ્ય રહે છે! Continue reading »

Mar 272008
 

પ્રિય મિત્રો,

એક મહિનાના લાંબા વિરામ બાદ આજે નેટસૅવિ લખવા બેઠો છું. આજનો વિષય છે અંગ્રેજી અક્ષરો ઊંધા કેમ લખશો? દા.ત. “upside down” ને બદલે “uʍop ǝpısdn” કેવી રીતે લખશો?

મને આ પ્રશ્ન અને તેનો જવાબ જાણવા મળ્યો કાર્તિક મિસ્ત્રીના બ્લોગ પરથી અને પછી હંમેશ પ્રમાણે કેમ? શું? કેવી રીતે? જાણવા ખાંખાખોળા શરુ અને પરિણામે આજની આ નેટસૅવિ.

ઊલટા અક્ષરો લખવા માટેનું ટાઈપ-પેડ ફ્લિપ માટે અહીં ક્લિક કરો. આ રીતે ઊલટાવેલા અક્ષરો વડે આપ ઈમેઈલ/સ્ક્રેપ/કોમેન્ટ લખીને મિત્રો સાથે ગમ્મ્ત કરી શકો છો! Continue reading »

Powered By Indic IME