તડાફડી પર અદભૂત કળાના આ વિભાગમાં હમણાં આપણે રેતી વડે અદભૂત (શિલ્પ) કળા વિશે જાણ્યું.
આજે આપણે સમુદ્રની રેતી પર ફ્રીહેન્ડ ચિત્રકળાના માહેર જીમ દેનેવન અને તેમની આ અદભૂત કળા વિશે જાણીશું…

તડાફડી પર અદભૂત કળાના આ વિભાગમાં હમણાં આપણે રેતી વડે અદભૂત (શિલ્પ) કળા વિશે જાણ્યું.
આજે આપણે સમુદ્રની રેતી પર ફ્રીહેન્ડ ચિત્રકળાના માહેર જીમ દેનેવન અને તેમની આ અદભૂત કળા વિશે જાણીશું…

એક આર્મીવાળો અને એક નેવીવાળો એક વાંકા-ચુકા ડુંગરાળ રસ્તા પર ગાડી ચલાવતા સામસામેથી આવી રહ્યા હતા.
આર્મીવાળાની કાર એક પથ્થર સાથે અથડાઇને આડી ફંટાઈ ગઈ અને નેવીવાળાની ગાડી સાથે ટક્કર થઈ ગઈ. બંને પોતપોતાની કારમાંથી બહાર નીકળ્યા અને જોયું તો બંનેની કાર ખરાબ રીતે ટીચાઈ ગઈ હતી પણ કોઈને કાંઈ વાગ્યું નહોતું.
હવે, આર્મી અને નેવીની વચ્ચેની દુશ્મની તો જગજાહેર છે એટલે જોરદાર દલીલો સાથે આક્ષેપબાજી શરુ થઈ.
અચાનક નેવીવાળાએ દલીલ કરવાનું પડતું મૂકીને દોસ્તીનો હાથ લંબાવતાં કહ્યું: ”જવાદોને, આ એક અકસ્માત હતો. આપણે ઝગડવાનું બાજુએ મૂકીને મજા કરીએ!” Continue reading »
તડાફડી પર અદભૂત કળાના આ વિભાગમાં હમણાં આપણે ધૂળ વડે રચાતી કળાની અદભૂત રચનાઓ વિશે જાણ્યું. આજે આપણે રેતીના કિલ્લા બનાવવાની કળા વિશે જાણશું.
નાનપણમાં આપણે દરિયા (કે નદી) કિનારે રેતીના કિલ્લા બનાવ્યા જ હશે. આમ તો આ કળા સામાન્ય છે પણ અહીં આપણે વાત કરવાના છીએ રેતકળાની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા વિશે.
આ સ્પર્ધા કેનેડાના બ્રિટીશ કોલંબિયા પ્રાંતમાં આવેલા હેરીસન તળાવને કાંઠે યોજાય છે. અહીં કુદરતી ગરમ પાણીના ઝરા છે. આ હેરીસન તળાવ ‘રેતીના કિલ્લાની રાજધાની’ કહેવાય છે અને આ આંતરરાષ્ટ્રીય રેત કળા સ્પર્ધા હેરીસેન્ડને નામે ઓળખાય છે.
આ કિલ્લા ફક્ત રેતી વડે જ બનાવી શકાય છે. રેતી ઉપરાંત ફક્ત પાણી વાપરવાની છુટ છે. હા, ઊંચા કિલ્લાઓના ટેકા માટે અંદર લાકડાનો માળખો વાપરી શકાય છે.
તો ચાલો જોઇએ આ રેતીના કિલ્લાઓની દુનિયા: પાનું ૧ પાનું ૨ પાનું ૩. વધુમાં જોઈએ કેવી રીતે બને છે આ રેતીના કિલ્લા? કોણ છે આ સ્પર્ધાના ૨૦૦૭ના વિજેતા? અને જાણીએ આ સ્પર્ધા વિશેના સામાન્ય સવાલો.
આ કલાના માહેર આંતરરાષ્ટ્રીય ખ્યાતીપ્રાપ્ત ભારતીય કલાકાર છે સુદર્શન પટનાયક જેઓ પુરી-ઓરિસ્સામાં રહે છે અને સમુદ્ર કિનારે રેત કળા શિખવે છે. જેમણે અમેરિકા-કેનેડામાં આંતરરાષ્ટ્રીય મહોત્સવ Houston International Festivalમાં ભાગ લઈને સંગેમરમરના તાજ-મહાલને રેતીમાં રચીને ભારતનું નામ રોશન કર્યું છે.
માદરે વતન કચ્છમાં માંડવીના સોહામણાં દરિયા કિનારે રણોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી રેતશિલ્પ સ્પર્ધામાં જગવિખ્યાત રેતશિલ્પી મનમોહન મહાપાત્ર નામના ઓરિસ્સાના કલાકારે કંડારેલી કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. વધુ માહિતી માટે વાંચો કચ્છમિત્રનો લેખ. (આ માહિતી આપવા માટે નીલા આન્ટીનો ખૂબ ખૂબ આભાર!)
શોલે. અભૂતપૂર્વ ફિલ્મ. ઘણું બધું લખાણું છે તેના વિશે. અહીં તેમાં વધારો ન કરતા આ ક્લાસિક ફોટા પર નજર કરીએ:

બેંગલોર પાસે રામગઢ ગામના સેટ પર લેવાએલા આ ફોટોગ્રાફમાં અમિતાભ બચ્ચન, ધરમેન્દ્ર દેઓલ, સંજીવકુમાર જરીવાળા અને અમજદ ખાન જેવા ફિલ્મ જગતના ધુરંધર કલાકારો હોવા છતાં આ ફોટો જરાય ફિલ્મી નથી લાગતો. આપનું શું કહેવું છે?
આ ફોટો વિશાલ મોણપરાની સાઈટ ગુર્જર દેશ.કોમના ‘ચર્ચા વિચારણા/ફિલ્મી ગપસપ‘ વિભાગની એક પોસ્ટ પરથી લેવામાં આવ્યો છે. મોટી સાઈઝનો ફોટો ફ્લિકર પરથી મળી જશે.
આમીર ખાન અભિનીત બહુ ચર્ચિત ફિલ્મ સરફરોશમાં ઈસ દિવાને લડકે કો કોઇ સમજાયે ગીતમાં વચ્ચે વચ્ચે જે શાયરીઓ આવે છે તેમાંની એક અહીં થોડી ટ્વિસ્ટ કરીને એક નોકરીયાતને સમર્પીત:
Increments હોતે હૈ, disappointment કા શમા હોતા હૈ,
ઐસે મૌસમમેં હી તો performancce જવાં હોતા હૈ!
દિલકી નારાજગી હોઠોસે નહીં કહતે,
યે ફસાના તો resignation સે બયાં હોતા હૈ!