કેળા, દિવાલ અને કેળાની દિવાલ
તમને કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે દિવાનખાનાની આખેઆખી દિવાલને કેળા વડે મઢી હોય તો કેવી લાગે?

૧૯૬૨માં ઓસ્ટ્રેલિયામાં જન્મેલા અને હાલ ન્યુયોર્કમાં વસતા આજના સૌથી રચનાત્મક અને પ્રભાવક ગ્રાફિક ડિઝાઈનર નામે સ્ટીફન સેગમીસ્ટરને આ વિચાર આવ્યો અને એટલુંજ નહીં તેમણે તેને અમલમાં પણ મૂક્યો!
૭૨૦૦ જેટલા કેળા વાપરીને તેમણે આ કેળાની દિવાલ રચી અને તાજેતરમાં જાન્યુ ૩૧થી ફેબ્રુઆરી ૨૩ સુધી તેમની બીજી રચનાઓ સાથે ન્યુયોર્કમાં એક પ્રદર્શનમાં પણ મૂકી!
સવા સાત હજાર જેટલા કેળાની સુવાસ આ દિવાલથી કેટલે દૂર સુધી ફેલાણી હશે તેની કલ્પના કરતાં કરતાં આ ચિત્રો જુઓ જે ફ્લિકર પર મૂકેલા છે. અને હા, દિવાલ પર ચોંટાળેલા આ ૬૦૦ ડઝન કેળા કાચા અને લીલા હતા ત્યારે કેવા દેખાતા હતા પછી પાકી ગયા પછી પીળા પડ્યા અને પછી વધુ પાકીને કાળા પડી (કે સડી) ગયા ત્યારે કેવા દેખાતા હતા તે જોવાનું ચૂકતા નહીં!


gr8
from whre u find such things
Neela
28 Feb 08 at 7:53 pm
Good. સીધાસાદા કેળા પણ સારી એવી આર્ટ માટે પ્રયોજાઈ શકે…. અદભુત!!!
Bhavna Shukla
28 Feb 08 at 8:18 pm
@ Neela
ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું પરિણામ.
અનિમેષ અંતાણી
28 Feb 08 at 9:19 pm
વાહ, અનિમેષ , સરસ લઈ આવ્યો. બહુ જ ગમ્યું.
પણ આ કેળાં પર લપસાય ? !!
સુરેશ
28 Feb 08 at 10:25 pm
વાહ, ખૂબ સુંદર લાગે છે.કેળાની દિવાલ.
સુરેશભાઈ લપસવું હોય તો લપસો
હાડકા ભાંગે તો અનિમષ પર દાવો
નહી માંડવાનો.
સાચી વાત છે ને?
pravinash1
28 Feb 08 at 11:12 pm
what a waste of food. there are thousands of people in the world who do not have anything (even a single banata) to eat…..
this artis would have donated money or food to the poor people in stead of making wall of his foolishness desire!!
Reality!!
29 Feb 08 at 4:00 am
@ સુરેશ બી. જાની
માણસો લપસી ન પડે તે માટે સ્ટીફન ભાઈએ કેળા દિવાલ પર લગાવ્યા છે, જમીન પર કેળાની રંગોળી નથી કરી!
હા, સ્પાડર મેને સંભાળવું રહ્યું, નહીં તો દિવાલ પર ચાલવા જતાં ભપ્પ થઈ પડાશે અને હાથમાં કેળાનો ગર ચોંટી જશે!
—————————————-
@ Reality!!
આપનો મુદ્દો ૧૦૦% સાચો છે કે આ અન્નનો બગાડ છે. હું સહમત છું.
આપ સાચા છો ઘણા લોકોને પુરતું ખાવાનું મળતું નથી તેવી રીતે ઘણા બાળકોને પેન્સિલનો ટુકડો લખવા મળતો નથી તેથી શું પેન્સિલ વડે અદભૂત કળા ન રચી શકાય?
રહી વાત દાન ધરમની તો તે માટે કમાવું પડશે અને કમાવા માટે આવા ગતકડાં કરવા પડશે…!
અનિમેષ અંતાણી
29 Feb 08 at 8:00 am
very nice!
ashalata
29 Feb 08 at 6:01 pm