કેમેરા વડે અદભૂત કળા

By વિનય ખત્રી, February 27, 2008 11:04 pm

પ્રિય મિત્રો,

તડાફડી પર અદભૂત કળાના આ વિભાગમાં આપણે ચીલો ચાતરીને રચાતી આશ્ચર્યજનક અને અદભૂત કળા વિશે વાત માંડીએ છીએ. આ પહેલાના મણકામાં આપણે રંગીન રેતી વડે કાચના વાસણમાં રચાતી અદભૂત કળા વિશે જાણ્યું.

આજે કેમેરા વડે રચાતી સત્યાભાસાત્મક રચનાઓ વિશે. અહીં આ ચિત્ર જુઓ:

અહીં ખુરસી પર એક વ્યક્તિ ખરેખર બેઠી છે કે પછી એવો ભાસ થાય છે?

b

હવે, આ ચિત્ર જુઓ. અહી ફક્ત પુસ્તકોનું કબાટ છે કે પછી કોઈક ઊભું પણ છે?

a

આ અદભૂત કળાના રચનાકાર છે ૧૯૬૩માં નેધરલેન્ડમાં જન્મેલા એક ડચ મહિલા ડિઝાયરી પાલમેન.

xતેઓ સુતરાઉ કાપડમાંથી બનેલા કપડાને ચિત્રની પૃષ્ટભૂમિને અનુરુપ રંગે છે,  પછી તે કપડા મોડેલને પહેરાવીને યોગ્ય જગ્યાએ ઊભા રાખીને ફોટોગ્રાફી કરે છે.

“મારું કાર્ય જોઈને લોકો હંમેશા ઉત્સાહથી બિરદાવે છે!” તેણી કહે છે. “મારી ફોટોગ્રાફી જોઈને લોકો પહેલા અવઢવમાં મુકાય છે અને પછી રસ પુર્વક નિહાળીને આશ્ચર્ય ચકિત થાય છે.”

“ભળીજાય તેવા કપડા પહેરીને અદૃશ્ય થઈ જવાનો મારો આ વિચાર લોકોને બહુ ગમે છે.”

કપડાને રંગતાં કલાકોનો સમય લાગે છે. રંગ અને પ્રકાશની ગોઠવણી કરવામાં તેણી અચૂક છે.

વધુ માહિતી અને ચિત્રો માટે રચનાકારની વેબસાઈટ તેમજ સેમ્યુઅલ રીચ અને ફ્રેશ પિક્સ જેવા કેટલાક બ્લોગની મુલાકાત લઈ શકાય.

10 Responses to “કેમેરા વડે અદભૂત કળા”

  1. animeshbhai, can’t see the pictures…

  2. અનિમેષ અંતાણી says:

    આપનો આભાર!

    હવે?

    આ ચિત્રો રચયિતાની વેબસાઈટ પર લિન્ક થયેલા છે અને બેડલિન્કના કારણે આપ ચિત્રો જોઈ શક્યા નથી તે માટે દિલગીરી.

  3. Jalashree Pandya says:

    actuaally માં મામલો શું છે? first pictureમાં ખરેખર chair પર કોઈ બેઠું છે કે એવો ભાસ જ થાય છે?? (Please answer)

  4. SG says:

    Wow….
    Must praise the artist first.
    And then Tadafadi for bringing such nice knowledgeble articles.

    Topics on this site are so tasty like ’safari’ gujarati magazine.


    http://www.searchgujarati.com

    શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર

  5. અનિમેષ અંતાણી says:

    @ Jalashree Pandya

    હકિકતમાં મામલો એમ છે કે બંને ચિત્રમાં ખરેખર કોઇક બેઠું કે ઊભું છે પણ તેણે જે કપડા પહેર્યા છે તેને એવી રીતે રંગવામાં આવ્યા છે જેથી આવો ભાસ થાય છે કે માણસ અદૃશ્ય થઈ જાય છે!

  6. સરસ આઈડિયા

  7. koi bethu nathi, bhas pan thato nathi.

  8. khoob jini najar thi dhynthi joie to koi bethu hoi tem lagechhe, ubhu hoi tem lagatu nathi, dhanywad.

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.