તડાફડી પર અદભૂત કળાના આ વિભાગમાં હમણાં આપણે રેતી વડે અદભૂત (શિલ્પ) કળા વિશે જાણ્યું.

આજે આપણે સમુદ્રની રેતી પર ફ્રીહેન્ડ ચિત્રકળાના માહેર જીમ દેનેવન અને તેમની આ અદભૂત કળા વિશે જાણીશું…

Amazing Sand Art

તેઓ અમેરીકાના કેલીફોર્નીયા પ્રાંતના સાન્તાક્રુઝના છે. તેઓ સમુદ્રના મોજાં પર તરનારા – સર્ફર છે, રસોઈકળા જાણે છે અને એક રેસ્ટોરાં ચલાવે છે તેમજ જમીન પર રચાતી કળાકૃતિઓ અને ફ્રીહેન્ડ ચિત્રકળાના માહેર છે.

જ્યાં માણસોની આવજાવ ઓછી હોય તેવા નિર્જન અને વિશાળ દરિયા કિનારો તેમની રચના માટેનું કેનવાસ બને છે. એક લાકડી પીછીં બને છે અને કલાકોના કલાકો અને માઈલોના માઈલો ચાલીને એક કળાકૃતિની રચના થાય છે! તેઓ કોઈજાતના માપવાના સાધન વાપર્યા વગર આ રચનાઓ દોરે છે એટલે તેને ફ્રીહેન્ડ કહી શકાય. આ અદભૂત કલાકૃતિ કોઈ પણ જાતનાં રંગો વાપર્યા વગર ફક્ત દરિયાની ભીની રેતીને ખોતરીને દોરવામાં આવે છે!

તેમની રચનાઓ New York Times Magazine, National Geographic, Elle, GQ, The Surfers Journal, Outside, Tadafadi તેમજ બીજા ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માધ્યમ દ્વારા પ્રસિદ્ધી પામી છે. વધુ જાણવા માટે તેમની સાઈટ ક્લિકવગી છે: ઓવર ટુ જીમ દેનેવન

Amazing Sand Art

  5 Responses to “રેતી વડે અદભૂત (ચિત્ર) કળા”

  1. અનિમેષ,

    ખરેખર જાણવા જેવી માહિતી આપી છે. તમારી ખાંખાખોળા ચાલુ રાખો અને અમને નવી નવી જાણકારી આપતા રહો.

  2. અદભુત..! નવીનવી સરસ મઝાની માહીતીનો ખજાનો તમારા બ્લોગ પર ઠલવાઈ રહ્યો છે. ચાલુ રાખજો. તમારા સુક્ષ્મ નીરીક્ષણોને સલામ દોસ્ત !

  3. આપણા કચ્છના માંડવીનાં કાંઠડે પણ આવી રેતશિલ્પની સ્પર્ધા યોજાઈ હતી. 23/2/2008ના જન્મભૂમિમાં તેનો અહેવાલ સચિત્ર સાથે આવ્યો છે. તેમાં 12 હરીફોએ ભાગ લીધો હતો.

  4. આટલી સરસ માહિતી માટે નીલા આન્ટીનો ખૂબ ખૂબ આભાર.

    આપની ખાંખાખોળી ચડિયાતી હોં!

    આપનો આ પ્રતિભાવ “રેતી વડે અદભૂત (શિલ્પ) કળા” પર પણ કોપી કરી દઉં છું…

  5. Intresting!!!

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME