એક આર્મીવાળો અને એક નેવીવાળો એક વાંકા-ચુકા ડુંગરાળ રસ્તા પર ગાડી ચલાવતા સામસામેથી આવી રહ્યા હતા.
આર્મીવાળાની કાર એક પથ્થર સાથે અથડાઇને આડી ફંટાઈ ગઈ અને નેવીવાળાની ગાડી સાથે ટક્કર થઈ ગઈ. બંને પોતપોતાની કારમાંથી બહાર નીકળ્યા અને જોયું તો બંનેની કાર ખરાબ રીતે ટીચાઈ ગઈ હતી પણ કોઈને કાંઈ વાગ્યું નહોતું.
હવે, આર્મી અને નેવીની વચ્ચેની દુશ્મની તો જગજાહેર છે એટલે જોરદાર દલીલો સાથે આક્ષેપબાજી શરુ થઈ.
અચાનક નેવીવાળાએ દલીલ કરવાનું પડતું મૂકીને દોસ્તીનો હાથ લંબાવતાં કહ્યું: ”જવાદોને, આ એક અકસ્માત હતો. આપણે ઝગડવાનું બાજુએ મૂકીને મજા કરીએ!”
આર્મીવાળાને પણ આ વાત ગમી: ”સારું, ચાલો.”
નેવીવાળાએ કહ્યું: ”ચાલો આપણે આપણી આ નવી દોસ્તી મનાવીએ. મારી પાસે મારી કારમાં વોડકા દારૂની બોટલ પડી છે!”
આર્મીવાળો આ ઉજવણીની વાતથી રંગમાં આવી ગયો!
અને નેવીવાળાએ, એક સજ્જનની જેમ આર્મીવાળાને દારૂની બોટલ આપીને શરુ કરવા વિવેક કર્યો…
આર્મીવાળાએ એક ઝાટકે અડધી બોટલ ખાલી કરી નાખી અને નેવીવાળાને પાછી આપતાં કહ્યું “ચાલ દોસ્ત, હવે તું લગાવ!”
નેવીવાળાએ ઠંડે કલેજે કહ્યું “આભાર, પણ હું પોલિસની આવવાની રાહ જોઈશ…”
good one!!
કોઈનો પણ વિશ્વાસ કરવો નહી. કોણ ક્યારે પાટલી બદલે.
Really good
Infact we have two bosses, one from navy and one from army…..we related this joke with them and had fun…..
good joke
પાટલી બદલે તેના કરતાં આ બાટલી બદલે તેવાથી વધુ ડરવું.
MAI BHII AARMY MAI JANA CHAHTAHU