ધૂળ વડે અદભૂત કળા!
તડાફડી પર અદભૂત કળા ના આ વિભાગમાં આપણે ચીલો ચાતરીને રચાતી કળાઓ વિશે વાત માંડીએ છીએ. આજે આપણે જોઈશું ધૂળ વડે રચાતી કળાની અદભૂત રચનાઓ.
ધૂળના થર જામી ગયા હોય તેવી કાર જોઈને આપણે આપણું નામ કે કંઇક ચબરાકીયું એવું લખાણ લખવાની ઈચ્છા રોકી શકતા નથી તેમ ટેક્સાસના વિમ્બર્લીમાં રહેતા શ્રીમાન સ્કોટ કળાનો રચનાત્મક નમુનો રજુ કરવાનું ચુકતા નથી.

સર્વ પ્રથમ તેમણે આવી ધૂળ વાળી કાર પર સ્માઈલી દોરીને આ કળાના શ્રી ગણેશ કર્યા અને પછી પાછા વળીને જોયું નથી. પડોસીની કાર પર જ્યારે ધૂળના થર જામવા માંડે ત્યારે સ્કોટને તેમની રચનાત્મકતા રજુ કરવાનું કેનવાસ મળે છે. તો હવે જ્યારે આપ આવી કોઈ કાર જોશો કે જેના પર ધૂળના થર જામી ગયા છોય ત્યારે તમે સ્કોટને યાદ કરશો.
તેમની વધુ રચનાઓ જોવા તેમની સાઈટ પર જઈને ગેલેરી વિભાગ જુઓ.


રચનાત્મક વિચારો કંઇ કાગળ કે કેનવાસ અને રંગોના મોહતાજ નથી…
મારી કાર પર જ્યારે બરફ કે ધૂળનો થર થાય ત્યારે મારો દિકરો અચૂક તેનું નામ મોટા અક્ષરે લખી નાખે છે…
મજાની વાત…
Bhavna Shukla
18 Feb 08 at 10:27 pm
Unbelievable. For Art of any kind ,you need artist’s EYE.
pravinash1
19 Feb 08 at 12:04 am
કળા તો ક્યાય પણ વિક્સી શકે!! It is excellent art!!!!!!!
Jalashree Pandya
19 Feb 08 at 11:48 am
કદાચ કોઇ પણ પ્રકારનું સૂનું સૂનું કેંવાસ જોઈને એના પર કંઇક દોરવાની ઇચ્છા થવી એ અત્યંત સાહજીક ક્રિયા અને સહજ સ્વભાવ છે… પછી ભલે એ ધોળું કેંવાસ હોય, કે ધૂળનું હોય કે જીન્દગીનું હોય…!!
સુંદર માહિતી બદલ આભાર.
ઊર્મિ
19 Feb 08 at 9:29 pm
that is all we are doing on the canvas of our life. But we can not be certain about its artistic value
achyut
Achyut Sanghavi- vora
20 Feb 08 at 6:01 pm