એક બેકાર અને નવરાધૂપ છોકરાએ માઈક્રો સોફ્ટમાં પટાવાળાની જગ્યા માટે અરજી કરી.

એચ. આર. મેનેજરે તેની પાસેથી ફર્સ સાફ કરાવીને ઈન્ટર્વ્યુ લીધો. છોકરો પાસ થયો. એચ. આર. મેનેજરે તેને તેનું ઈમેઈલ આઈડી આપવા કહ્યું જેથી માઈક્રો સોફ્ટનો અપોઈન્ટમેન્ટ લેટર તેને મોકલાવી શકાય. છોકરાએ કહ્યું મારી પાસે નથી કોમ્પ્યુટર કે નથી ઈમેઈલ!

“હું દિલગીર છું” એચ. આર. મેનેજરે કહ્યું “માઈક્રો સોફ્ટના નિયમો પ્રમાણે જે માણસ પાસે પોતાનું ઈમેઈલ નથી તે માણસનું અસ્તિત્વ નથી અને જેનું અસ્તિત્વ જ નથી તેને નોકરી ન મળે!”

છોકરો નિરાશ થઈ નીકળ્યો. હવે શું કરવું તેને સમજાતું ન્હોતું. એક આશા હતી જે ઠગારી નિવડી હતી. તેના ખિસ્સામાં ફક્ત ૫૦ રૂપિયા હતા. તે માર્કેટ યાર્ડ ગયો અને ૧૦ કિલો ટમેટાં લઈ આવ્યો. પછી ઘેર ઘેર ફરીને તેણે તે ટમેટાં વેચ્યાં અને ફક્ત બે કલાકમાં રૂપિયા બમણાં કર્યા! તેણે તેજ દિવસે એવા ત્રણ ચક્કર લગાવીને ૪૦૦ રૂપિયાની મૂડી ઉભી કરી લીધી.

છોકરાને ધંધાની લાઈન મળી ગઈ. તેણે દિલોજાનથી મહેનત કરીને ધંધો કર્યો અને વધારતો ગયો. શરુઆતમાં હાથગાડી લીધી પછી ટેમ્પો લીધો, પછી ખટારો અને એમ કરતાંને જોતજોતામાં તો તેણે પોતાના વહાણ ખરીદી લીધાં. પાંચ વર્ષમાં તો તે શાકભાજીનો સૌથી મોટો વેપારી બની ગયો.

છોકરામાંથી માણસ થયો અને ઘરબાર અને પરિવાર વાળો થયો. હવે તે તેના ભવિષ્યની યોજના બનાવવા લાગ્યો અને સૌ પ્રથમ તેણે વીમો લેવાનું વિચાર્યું. તેણે વીમાના દલાલને ફોન કર્યો. દલાલ પાસેથી ભવિષ્યનો પ્લાન સમજીને તેણે તે માટે પોતાનું નામ નોંધાવ્યું. વીમા દલાલે તેને એક ફોર્મ ભરવા આપ્યું જેમાં તેણે તેની બધી વિગતો ભરી દીધી ફક્ત એક ખાનું ખાલી રાખ્યું: ઈમેઈલનું! વીમા દલાલે પૂછ્યું: ”કેમ?” તો કહે: ”મારી પાસે પહેલેથી નથી!”

“આપની પાસે ઈમેઈલ ન હોવા છતાં આપ આટલું સામ્રાજય ઊભું કરી શક્યા…!” વીમા દલાલ આશ્ચર્ય ચકિત થઈ ગયો: “જરા વિચારો જો આપની પાસે ઈમેઈલ હોત તો?”

“તો હું માઈક્રો સોફ્ટની ઑફિસમાં પટાવાળો હોત!”

મોરલ ઑફ ધ સ્ટોરી: આ વાર્તા આપને ઈમેઈલમાં મળી હોય તો શક્ય છે આપ અબજોપતિની જજીક નહીં પણ પટાવાળાની નજીક હશો!

* આ સ્ટોરી મોકલવા માટે કનૈયાનો આભાર!

  12 Responses to “ટમેટાં – મેનેજમેન્ટ સ્ટોરી (૮)”

  1. good sotry.. humorous!!

  2. સરસ વાત કરી.

  3. ગુડ વન

  4. Sounds like fairy tale story to me!!

  5. To have e-mail address may be necessary. But to succed in life it is not essential.

  6. ખુબજ સરસ સ્ટોરી

  7. સરસ વાત…

  8. મજાની વાત :-)

  9. nice One.. !!!

    Thanx

  10. આ સ્ટોરી કનૈયા એ તમને ઈ-મેલ થી મોકલી હસે નઈ…?

  11. wonderful story

  12. i want to send this story to my freind
    please reply of process of its

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME