પ્રિય મિત્રો,

આજે સોમવાર ૧૧-૦૨-૨૦૦૮, મહા સુદ ૫ અને વસંત પંચમી.

Flowers

આજથી ઋતુરાજ વસંતનું આગમન. ભારતીય તહેવાર વસંત પંચમી અને પાશ્ચાત્ય તહેવાર વેલેન્ટાઈન ડેમાં ઘણું સામ્ય છે. આ વર્ષે બંને ફક્ત બે દિવસના અંતરે છે!

વસંત પંચમીના દિવસે ભગવાન રામ શબરીના ઘેર પધાર્યા હતા. (તે સ્થળ ગુજરાતના ડાંગ જિલ્લામાં આવલું છે અને ત્યાં શબરીકુંભનો મેળો ભરાય છે)

શહેરમાં રહીને આપણે જ્યારે વેલેન્ટાઈન ડે મય થઈ ગયા છીએ ત્યારે વસંત પંચમી વિશે મને ગમતી સુરેશ દલાલની કવિતા:

રેડિયો ઉપર ફાગણનાં ગીતો વાગ્યાં
ને શહેરનાં મકાનોને ખબર પડી
આજે વસંત પંચમી છે
આસ્ફાલ્ટની કાળી સડકો
ભીતરથી સહેજ સળવળી
પણ
કૂંપળ ફૂટી નહીં
ત્રાંસી ખુલેલી બારીને
બંધ કરી
કાચની આરપાર
કશું દેખાતું નહોંતું
ફ્લાવર વાઝમાં
ગોઠવાયેલા ફૂલો કને જઇને પૂછ્યુ:
તમને ખબર છે, આજે વસંત પંચમી છે?

આપને વસંત પંચમીની શુભેચ્છાઓ…


  2 Responses to “તમને ખબર છે આજે વસંત પંચમી છે?”

  1. આજે સરસ્વતીનું પણ પૂજન થાય છે.

  2. શબરીનો આશ્રમ આન્ધ્રપ્રદેશમાં પણ છે. રામનો વનવાસનો માર્ગ જોતાં આન્ધ્રપ્રદેશનું સ્થળ તાર્કીક લાગે છે.

    આ તો થઈ આડવાત. જ્યારે જ્યારે વેલેંટાઈંસ ડે વીશે વાંચું છું ત્યારે ત્યારે મને વસંત પંચમી યાદ આવી છે. (અને વર્શો પહેલાં ઉજવાતો વસંતોત્સવ).

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME