ચાલો બનીએ નેટસૅવિ (૧૧)
પ્રિય મિત્રો,
નેટસૅવિના આગલા મણકામાં આપણે જોયું કે વર્ડપ્રેસ પર બ્લોગ કેવી રીતે બનાવાય.
આજે આપણે જોઈશું પાયાના અને અત્યંત મહત્વના ત્રણ સેટીંગ:
- આપના બ્લોગને યોગ્ય ટેગ લાઈન આપી દો. દા.ત. “ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ”
- આપના બ્લોગનો સમય આપના સ્થાનિક સમય સાથે મેળવી લો.
- આપનું ગુજરાતી નામ અને અટક “Nickname”માં લખી દો.
પહેલા બંને સેટીંગ માટે વર્ડપ્રેસના ડેશબોર્ડ પર “Options” પર ક્લિક કરી “General Options”માં જઈને કરી શકાશે. વધુ વિગતો માટે જુઓ ચાલો બનીએ નેટસૅવિ (૨)
ત્રીજા સેટીંગ માટે વર્ડપ્રેસના ડેશબોર્ડ પર જમણી તરફ “My Profile” પર ક્લિક કરો અથવા ”Users” પર ક્લિક કરી “Your Profile” પર ક્લિક કરવાથી “Your Profile and Personal Options”નું પેજ ખુલશે.

અહીં આપ આપનો ફોટો અપલોડ કરી દો, આપની ભાષા સિલેક્ટ કરી લો તેમજ આપનું નામ, અટક અને સંપર્કની વિગતો લખી લો.

અહીં Firstname અને Lastname માં આપનું નામ અને અટક અંગ્રેજીમાં અને Nicknameમાં આપનું નામ ગુજરાતીમાં લખી લો. (બંને નામ લખવાનું કારણ લોકો આપના ગુજરાતી અથવા અંગ્રેજી નામથી સર્ચ કરીને આપના બ્લોગ સુધી પહોંચી શકે!)
આટલું કર્યા પછી “Update Profile”નું બટન દબાવી દો પછી “Display name publicly as:”માં આપનું ગુજરાતી નામ સિલેક્ટ કરી ફરી એક વાર “Update Profile” કરી લો.
આટલું કરવાથી આપનો બ્લોગ અને આપનું નામ બધી જગ્યાએ યોગ્ય રીતે પ્રસ્તુત થશે.
આપને આ નેટસૅવિ વિભાગ કેવો લાગ્યો? આપને વેબ/બ્લોગને લગતા અને સતત સતાવતા સવાલો મને લખી મોકલો…
આ પહેલાનો મણકો વાંચવા અહીં ક્લિક કરો: ચાલો બનીએ નેટસૅવિ (૧૦) * સમગ્ર શ્રેણી વાંચવા અહીં ક્લિક કરો: નેટસૅવિ
