પ્રિય મિત્રો,

સતત અપડેટ થતા રહેવું સફળતાની ચાવી છે આ બોધ કથા આપણે વાંચી.

હવે ચાલો, આજના નેટસૅવિના મણકામાં આપણે જોઇએ કે વર્ડપ્રેસ બ્લોગ્સ પર નવું શું અપડેટ થયું છે?

નેટસૅવિના પાંચમા મણકામાં આપણે બ્લોગ સ્ટેટસ વિશે જાણ્યું. વર્ડપ્રેસ સતત પોતાને અપડેટ કરતું રહે છે અને નવી નવી સગવડો ઉમેરતું રહે છે. બ્લોગ સ્ટેટસમાં Top Posts & Pages વિભાગમાં આપણા બ્લોગ પર સૌથી વધુ વંચાતી પોસ્ટ કઈ તેની વિગતવાર માહિતી મળતી હતી. જેમાં પહેલાં ફક્ત ૭ દિવસ અને ૩૦ દિવસના વિકલ્પ હતા. હવે અહીં વિકલ્પો વધ્યા છે. હવે આપણે ૭ દિવસ, ૩૦ દિવસ, ૯૦ દિવસ (Quater), એક વર્ષ અને શરુઆતથી લઈને આજ સુધીની (All Time) સૌથી વધુ વંચાતી પોસ્ટની યાદી ઉતરતા ક્રમમાં જોઈ શકીએ છીએ!

Blog Status

તો ચાલો ગૃહકાર્યમાં આપના બ્લોગની સૌથી વધુ વંચાતી પોસ્ટ કઈ તે જોઈને મને કહો…

આજે આટલું, આવતીકાલે આપણે જોઈશું વર્ડપ્રેસ પર બ્લોગ શરુ કરતાં પહેલાં કરવાના પાયાના ત્રણ સેટીંગ્સ…

આપને આ નેટસૅવિ વિભાગ ગમ્યો? ઉપયોગી છે? આપને વેબ/બ્લોગને લગતા અને સતત સતાવતા સવાલો મને લખી મોકલશોજી…

આ પહેલાનો મણકો વાંચવા અહીં ક્લિક કરો: ચાલો બનીએ નેટસૅવિ (૯) * સમગ્ર શ્રેણી વાંચવા અહીં ક્લિક કરો: નેટસૅવિ

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME