Feb 102008
 

લગ્નગાળો પુરજોશમાં ચાલે છે ત્યારે ઈન્ટરનેટ પર ફરતી એક જોક અને બિલ ગેટ્સની દિકરીનો ફોટો:બિલ ગેટ્સની દિકરી

પપ્પા: “મારી ઇચ્છા છે કે હું કહું તે છોકરી સાથે તું લગ્ન કર.”

પપ્પુ: “પણ પપ્પા, હું તો મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરીશ.”

પપ્પા: “પણ દિકરા, હું જે છોકરીની વાત કરું છું તે બિલ ગેટ્સની દિકરી છે.”

પપ્પુ: “પપ્પા, યુ આર ગ્રેટ, હું ક્યાં કોઈદી આપની આજ્ઞા અવગણું છું!”

પપ્પા બિલ ગેટ્સને મળવા જાય છે…

પપ્પા: “હું તમારી દિકરી માટે માંગું લઈને આવ્યો છું.”

બિલ ગેટ્સ: “પણ મારી દિકરીને પરણાવાની હજી ઘણી વાર છે.”

પપ્પા: “પણ આ મુરતિયો વિશ્વ બેંકનો વાઈસ પ્રેસિડન્ટ છે!”

બિલ ગેટ્સ: “ઓહ! એમ વાત છે તો કરો કંકુના..”

છેવટે પપ્પા વિશ્વ બેંકના પ્રેસિડન્ટને મળવા જાય છે….

પપ્પા: “વાઈસ પ્રેસિડન્ટની પોસ્ટ માટે એક યુવાનની ભલામણ લઈને આવ્યો છું.”

પ્રેસિડન્ટ: “પણ મારી પાસે જરુરત કરતાં વધારે વાઈસ પ્રેસિડન્ટ છે…”

પપ્પા: “પણ આ યુવાન બિલ ગેટ્સનો જમાઈ છે.”

પ્રેસિડન્ટ: “તમારે આ વાત પહેલે કરવી જોઈતી’તી!”

મોરલ ઑફ ધ સ્ટોરી: તમારી પાસે કંઇ ન હોય તો પણ તમે તમને જે જોઈએ તે મેળવી શકો છો, તમારો અભિગમ હકારાત્મક હોવો જોઈએ!

Feb 102008
 

પ્રિય મિત્રો,

સતત અપડેટ થતા રહેવું સફળતાની ચાવી છે આ બોધ કથા આપણે વાંચી.

હવે ચાલો, આજના નેટસૅવિના મણકામાં આપણે જોઇએ કે વર્ડપ્રેસ બ્લોગ્સ પર નવું શું અપડેટ થયું છે?

નેટસૅવિના પાંચમા મણકામાં આપણે બ્લોગ સ્ટેટસ વિશે જાણ્યું. વર્ડપ્રેસ સતત પોતાને અપડેટ કરતું રહે છે અને નવી નવી સગવડો ઉમેરતું રહે છે. બ્લોગ સ્ટેટસમાં Top Posts & Pages વિભાગમાં આપણા બ્લોગ પર સૌથી વધુ વંચાતી પોસ્ટ કઈ તેની વિગતવાર માહિતી મળતી હતી. જેમાં પહેલાં ફક્ત ૭ દિવસ અને ૩૦ દિવસના વિકલ્પ હતા. હવે અહીં વિકલ્પો વધ્યા છે. હવે આપણે ૭ દિવસ, ૩૦ દિવસ, ૯૦ દિવસ (Quater), એક વર્ષ અને શરુઆતથી લઈને આજ સુધીની (All Time) સૌથી વધુ વંચાતી પોસ્ટની યાદી ઉતરતા ક્રમમાં જોઈ શકીએ છીએ! Continue reading »

Powered By Indic IME