પ્રિય મિત્રો,

પ્રવાસ, માંદગી, રજાઓ અને ‘બ્લોગર્સ બ્લોક’. બધું મળીને ૧૫-૨૦ દિવસોના વિરામ બાદ આજે આપણે જોઈશું ઓપ્ટીકલ ઇલ્યુઝન.

આ રજાઓ દરમ્યાન ઘણી ઇમેઈલ મળી જેમાંથી એક હતી રુપલબેન શાહની If Your Brain Works Normally? જેમાં નીચે દર્શાવ્યા મુજબનું ચિત્ર છે અને લખાણ છે:

* જો તમે ફરતા ગુલાબી ટપકાની સાથે સાથે તમારી નજર ફેરવશો તો બધાં ટપકાં એક જ રંગના, ગુલાબી દેખાશે.

* પણ જો તમે મધ્યમાં આવેલ કાળા રંગની “+“ની નિશાની પર ધ્યાન કેન્દ્રીત કરશો તો થોડા સમય પછી ફરતો ગુલાબી ટપકો લીલો દેખાશે!

* હજુ વધારે સમય સુધી તેમ કરશો તો ધીમે ધીમે બધા ગુલાબી ટપકા ગાયબ થઈ જશે અને ફક્ત એક લીલો ટપકો ફરતો દેખાશે!

* આ કોઈ ફોટોશોપ ટ્રીક નથી. અહીં એક પણ ટપકો લીલો નથી કે એક પણ ટપકો ગાયબ થતો નથી!

Lilac chaser

આટલું જાણ્યા પછી ઈન્ટરનેટ પર ખાંખાખોળા કરીને શોધ્યું કે કેમ,  શું,  કેવી રીતે આ દૃષ્ટીભ્રમ થાય છે?

૨૦૦૫માં શોધાયેલ આ દૃષ્ટીભ્રમનું નામ છે લાઇલક ચેસર (લાઇલક એક ખુશબોદાર આછા જાંબુડિયા ફૂલવાળા એક છોડનું નામ છે). વિરુદ્ધ રંગોને કારણે નેત્રપટલ પર રચાતા આ દૃષ્ટીભ્રમના શોધક છે Jeremy Hinton અને તેને ઈન્ટરનેટ પર પ્રસ્તુત અને પ્રસિદ્ધ કરનાર તેમજ નામકરણ કરનાર છે પ્રો. ડૉ. Michael Bach.

આ દૃષ્ટીભ્રમનો ઈન્ટરએક્ટીવ રુપ આપ અહીં જોઇ શકશો, જ્યાં આપ રંગ, સેચ્યુરેશન અને ટપકાંનો ફરવાનો સમય બદલાવી શકશો.

રુપલબેન શાહનો આભાર!

  3 Responses to “નેત્રપટલ અને દૃષ્ટીભ્રમ”

  1. પ્રયોગ કરી જોયો સાચી વાત છે. લીલું ટપકું ફરતું દેખાયું.

  2. અદભુત પ્રયોગ કરી જોયો ખરેખર સરસ.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME