નીલા આન્ટીએ મોકલાવેલા આ ચિત્રને જોઈને કહો કે આ પોપટ છે કે પુષ્પ?

તમને કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે દિવાનખાનાની આખેઆખી દિવાલને કેળા વડે મઢી હોય તો કેવી લાગે?

૧૯૬૨માં ઓસ્ટ્રેલિયામાં જન્મેલા અને હાલ ન્યુયોર્કમાં વસતા આજના સૌથી રચનાત્મક અને પ્રભાવક ગ્રાફિક ડિઝાઈનર નામે સ્ટીફન સેગમીસ્ટરને આ વિચાર આવ્યો અને એટલુંજ નહીં તેમણે તેને અમલમાં પણ મૂક્યો! Continue reading »
પ્રિય મિત્રો,
તડાફડી પર અદભૂત કળાના આ વિભાગમાં આપણે ચીલો ચાતરીને રચાતી આશ્ચર્યજનક અને અદભૂત કળા વિશે વાત માંડીએ છીએ. આ પહેલાના મણકામાં આપણે રંગીન રેતી વડે કાચના વાસણમાં રચાતી અદભૂત કળા વિશે જાણ્યું.
આજે કેમેરા વડે રચાતી સત્યાભાસાત્મક રચનાઓ વિશે. અહીં આ ચિત્ર જુઓ:
અહીં ખુરસી પર એક વ્યક્તિ ખરેખર બેઠી છે કે પછી એવો ભાસ થાય છે? Continue reading »
પ્રિય મિત્રો,
તડાફડી પર અદભૂત કળાના આ વિભાગમાં આપણે ચીલો ચાતરીને રચાતી આશ્ચર્યજનક અને અદભૂત કળા વિશે વાત માંડીએ છીએ. આ પહેલાના મણકામાં આપણે રેતી વડે અદભૂત શિલ્પ-કળા તેમજ ચિત્ર-કળા વિશે જાણ્યું.
આજે જે કળા વિશે આપણે વાત કરવાના છીએ તેનું નામ ન જણાવતાં આ ચિત્ર પર નજર કરીને આપણી કલ્પના શક્તિને કામે લગાડીએ:

(હા, મિત્રો બે દિવસ પહેલાની નેટસૅવિમાં ઉદાહરણ માટે આ ચિત્ર મૂકવાનું કારણ પણ આ જ) Continue reading »
પ્રિય મિત્રો,
નેટસૅવિના એક વાચક મિત્ર લખે છે કે મારે મારા બ્લોગ પર ફોટોગ્રાફ અપલોડ કરવા હોય તો તેની રીત બતાવશો…?
તો ચાલો આજના નેટસૅવિના મણકામાં આપણે જોઈએ કે આપણાં બ્લોગ પર ફોટા કેવી રીતે અપલોડ કરી શકાય.
સૌપ્રથમ આપને યાદ અપાવી દઉં કે વર્ડપ્રેસ.કોમ હવે આપણને મફતમાં ૩ જીબી જેટલી ડેટા અપલોડ કરવાની સુવિધા આપે છે. આ સમાચાર આપે ગુજરાતી કે અંગ્રેજીમાં વાંચ્યા જ હશે. ૩ જીબી એટલે ૩ ગીગાબાઈટ એટલે કે ૩,૦૦૦,૦૦૦,૦૦૦ અક્ષરો લખી શકાય તેટલી જગ્યા! અથવા અહીં નીચે આપ્યો છે તેવા આશરે એક લાખ છત્રીસ હજાર ચારસો જેટલા ફોટા મૂકી શકાય તેટલી જગ્યા! આટલી જગ્યા મારા માટે અધધધ છે. છતાં વધારે ફોટા મૂકવા હોય તો ફ્લિકર, ફોટકી, ટાઈનીપીક અને વિડીઓ માટે યુટ્યુબ જેવી સુવિધા છે જ! Continue reading »