Jan 082008
 

પ્રિય મિત્રો,

આપના તરફથી મળેલા આવકારને કારણે આપનું મનપસંદ અને લાડકું બ્લોગ આજે ૧૧,૦૦૦ હીટ્સના માર્ક પાર કરી ચૂક્યું છે ત્યારે…

તડાફડી ડિસેમ્બર ૨૦૦�: ૪૪૬� વાચકો
  • છેલ્લા દસ મહિનામાં (જેમાં છ મહિનાનો વિરામ હતો) અગિયાર હજાર હીટ્સ નોંધાણી જેમાંથી એકલા ડિસેમ્બર મહિનામાં ૪૪૬૩ જેટલી હીટ્સ મળી. (જુઓ ગ્રાફ) Continue reading »
Jan 082008
 

પ્રિય મિત્રો,

નેટસૅવિના આજના ચોથા મણકામાં આપણે ગુજરાતી સર્ચ સાઈટ વિશે વાત કરીશું.

ઈન્ટરનેટ પર દરરોજ ઢગલાબંધ ઠલવાતી માહિતીના ગંજમાંથી જોઈતી વસ્તુ શોધવી તે ઘાસના ગંજીમાંથી સોય શોધવા જેટલું કપરું કામ છે. પણ લોકો લોહચુંબકનો ઉપયોગ કરીને તે શોધી કાઢે જ છે ને!

ઈન્ટરનેટ પર લોહચુંબકનું કામ કરે છે ‘સર્ચ એન્જીન’ અને સર્ચ એન્જીનની જ્યારે વાત આવે ત્યારે ગુગલ, યાહુ કે એમએસએન નામ નજર સામે આવે.

આ ત્રણેય આપણને એક જગ્યાએ મળી જાય અને તે પણ ગુજરાતીમાં તો? Continue reading »

Jan 082008
 

આ પહેલાં આપણે એક એટીએમ જોયું જે ફક્ત તાડ જેવા ઊંચા માણસો માટે બન્યું હોય! તે જોઈને ઘણાને હસવું આવ્યું… કેટલાક વિચારમાં પડી ગયા કે આમાં બેલેન્સ કેવી રીતે જોવી? નોટો ઉડવા મંડે તેનું શું? તો કેટલાક લોકોને તેમાં ધંધાની તક દેખાણી: અહીં એક સ્ટુલ મૂકીને એક છોકરાને બેસાડી દઈ પાટિયું મારી દઈએ કે એટીએમ વાપરવા માટે સ્ટુલ ભાડેથી મળશે. એક ટ્રાન્જેસ્શનના ૧૦ રુપિયા! સિનિયર સિટિઝનને ૫૦% ડીસ્કાઉન્ટ! તો સાંજ સુધીમાં સારી એવી કમાણી થાય!

પણ આજે આપણે જે એટીએમની વાત કરવાના છીએ તે વાપરવા માટે સ્ટુલ પણ કામ ન આવે અને ઠેકડા મારીને પણ અહીં કામ ન થાય… Continue reading »

Jan 072008
 

પ્રિય મિત્રો,

આજે ‘નેટસૅવિ’ના ત્રીજા મણકામાં આપણે નાનકડી પણ ખૂબજ ઉપયોગી એવી યુટિલિટિ વિશે જાણીશું.

ઘણી વખત આપણે આપણાં બ્લોગ પર સંસ્કૃતના મંત્રો કે શ્લોકો તેમજ હિન્દી/ઉર્દુમાં લખેલી શાયરી/ગઝલો મૂકતા હોઈએ છીએ ત્યારે આપણી ઇચ્છા ગુજરાતી લિપિમાં મૂકવાની હોવા છતાં ફરીથી ટાઈપ કરવાની પળોજણમાં પડવાને બદલે તેમની તેમ મૂકી દેતા હોઈએ છીએ.

પણ હવે ‘નેટસૅવિ’ના વાચકો એવું નહી કરે. તેઓ ભોમિયો નામની સર્ચ સાઈટની ‘ટ્રાન્સ-લિટરેશન‘નો ઉપયોગ કરીને તેઓ તેમને જોઈતી લિપિમાં બદલાવી શકશે. ભોમિયો એકદમ સરળ છે. જે તે પેજનું એક બટન દબાવતાં આપણને જોઈતી ભાષા જેવીકે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, બંગાળી, પંજાબી, તેલુગુ, તમિલ, મલયાલમ, ઉડિયા, કન્નડ તેમજ સિંહાલી લિપિમાં રુપાંતર કરી આપે છે! Continue reading »

Jan 072008
 
  • જ્યારે આપણે એક કતાર છોડીને બીજીમાં ઉભા રહીએ છીએ ત્યારે પહેલી કતાર ઝડપથી આગળ વધવા લાગે છે!
  • સાચો નંબર લગાડીએ ત્યારે હંમેશા વ્યસ્ત હોય છે અને ભૂલથી જો ખોટો નંબર લાગી ગયો તો તે તરત લાગી જાય છે!
  • જ્યારે આપણાં હાથ ગંદા હોય છે ત્યારે જ નાક પર ચળ આવે છે!
  • જ્યારે કોઈ વસ્તુ આપણાં હાથમાંથી પડી જાય ત્યારે તે એવા ખૂણાંમાં જઈને પહોંચે છે જ્યાં પહોંચવું અઘરું હોય છે!
  • નિયત સમયે પહોંચવામાં મોડું થયું હોય અને ‘ટાયર પંકચર થઈ ગયું’ બહાનું આપીએ ત્યારે કે તેને બીજે દિવસે ખરેખરે ટાયર પંકચર થાય છે!
  • નહાતી વખતે આખા શરીરે સાબુ લગાવ્યું હોય ત્યારે જ ટેલિફોનની ઘંટડી વાગે છે!
  • જ્યારે આપણે કોઈક ને બતાવતા હોઈએ કે આ મશીન ચાલતું નથી, ત્યારે તે બરાબરચાલશે!
  • થિયેટરમાં વચ્ચેની બેઠકો વાળા હંમેશા મોડા પડે અને અંધારામાં પગ કચડતા જાય!
  • ચા પીવા માટે બેઠા હોઇએ અને કોઈક કામ માટે બૉસ બોલાવે તો મિટીંગ એટલો સમય ચાલશે કે ચા ઠંડી થઇ જશે.
Powered By Indic IME