Jan 112008
 

પ્રિય મિત્રો,

નેટસૅવિના આજના સાતમાં મણકામાં આપણે વર્ડપ્રેસ Write Postના બાકીના ઓપ્સન્સ જોશું.

Categoriesજમણી તરફ સૌથી ઉપર છે Categories એટલે કે વિભાગ.

અહીં આપણે વિવિધ વિભાગો જેવાકે નવલકથા, હાસ્યકથા, કવિતા, નેટસૅવિ વગેરે બનાવીને આપણી બધી પોસ્ટને વર્ગીકૃત કરી શકીએ છીએ. આમ કરવાથી વાંચતી વખતે સારું પડે. નવલકથા વિભાગ પર ક્લિક કરવાથી નવલકથાને લગતી બધી પોસ્ટ એક સાથે દેખાય જે એક પછી એક વાંચી શકાય. Continue reading »

Jan 102008
 

પ્રિય મિત્રો,

ગઈકાલે મને એક ઈમેઈલ મળી, જેમાં લખ્યું હતું કે આમ તો મારું બ્લોગીંગ બરાબર ચાલે છે પણ એક પ્રશ્ન છે. હું જ્યારે મારી પોસ્ટની લિન્ક લોકોને ઈમેઈલ કરું છું ત્યારે તેનું યુઆરએલ (url) ખૂબ લાંબું અને બ્રેક થાય છે. તેનો ઉપાય શું?

તેનો ઉપાય અને નેટસૅવિના આજના છઠ્ઠા મણકાનો વિષય છે વર્ડપ્રેસ Write Post ઓપ્સન્સ! Continue reading »

Jan 092008
 

પ્રિય મિત્રો,

નેટસૅવિના આજના પાંચમા મણકામાં આપણે વર્ડપ્રેસ બ્લોગના ‘સ્ટેટસ’ વિશે જાણીશું.

ગઈ કાલની ૧૧,૦૦૦ વાળી પોસ્ટ વાંચીને એક વાચકે આ બ્લોગ સ્ટેટસ વિશે પૂછ્યુ, આ રહ્યો તેનો જવાબ:

‘સ્ટેટસ’ એટલે સ્થિતિ. લેખાજોખા. આપણે ક્યાં છીએ તે જાણવા માટે ચાલો આપણે વર્ડપ્રેસના સ્ટેટસ પર જઈએ…

Status

વર્ડપ્રેસના ‘ડેશબોર્ડ’ પર ‘Blog Stats’ પર ક્લિક કરતાં જ આપ આવી પહોંચશો ‘Stats’ના પાના પર.  Continue reading »

Jan 092008
 

એટીએમની માથાકૂટમાં શું કામ પડો છો? કેટલા રૂપિયા જોઈએ બોલો…હમણાં ગણી દઉં.

આપને થયું હશે કે અનિમેષને દિવાળીની ભેટમાં આવેલી ૫૦ કરોડની નોટના છુટ્ટા મળી ગયા હશે એટલે આવી વાતો કરે છે, પણ ના, એવું નથી. આ તો આપણી પાસે શુન્ય (જી હાં, ઝીરો) રૂપિયાની નોટ આવી ગઈ છે, બોલો કેટલી જોઈએ? Continue reading »

Powered By Indic IME