ચાલો બનીએ નેટસૅવિ (૯)
નેટસૅવિનો આજનો મણકો બ્લોગ બિગિનર્સ માટે છે.
સૌપ્રથમ ચાલો આપણે જાણીએ બ્લોગ કેમ બનાવશો:
સર્વ પ્રથમ વર્ડપ્રેસ ડૉટ કોમ પર જઈ ‘Sign Up Now!’ પર ક્લિક કરો, અથવા અહીં ક્લિક કરો.

અહીં આપનું નામ1, પાસવર્ડ2 અને આપનું ઈમેઇલ એડ્રેસ3 લખો. સેવાની શરતોને સહમત થાઓ.4 (યુઝરનેમ અને પાસવર્ડ યાદ રાખીલો/લખી રાખો.) Next >>નું બટન 5 દબાવો.

હવે અહીં આપના બ્લોગનું નામ1, બ્લોગનું ટાયટલ 2(ગુજરાતીમાં બ્લોગનું નામ) અને આપના બ્લોગની ભાષા 3 સિલેક્ટ કરીલો. બ્લોગનું ટાયટલ અને ભાષા પછીથી બદલી શકાશે. પણ યાદ રાખો બ્લોગનું નામ પછીથી બદલી શકાશે નહી. બ્લોગનું નામ જ બ્લોગનું યુઆરએલ બનશે. દા.ત. http://tadafadi.wordpress.com આટલું ધ્યાનમાં રાખીને Signup>> 4 થઈ જાઓ.

લો, આપનો બ્લોગ થઈ ગયો તૈયાર! હવે અહીંથી આપણી પાસે ૩ રસ્તા છે. ૧. સીધું લખવાનું ચાલુ કરી દો, ૨. ટેમ્પલેટ બદલાવી લો, અથવા ૩. આપના બ્લોગનું હોમપેજ જુઓ. આપણે પહેલાં હોમપેજ જોશું, માટે homepage પર ક્લિક કરો.

લો, લો, વર્ડપ્રેસના ડિફોલ્ટ થીમ સાથેનો આપનો બ્લોગ આવો દેખાય છે! વર્ડપ્રેસ એક પોસ્ટ અને એક કમેન્ટ લખીને આપે છે!
હવે અહીં Edit પર ક્લિક કરી પહેલી પોસ્ટ પર આવકારનો સંદેશ મૂકી દઈએ!

અહીં Title માં પોસ્ટનું મથાળું લખી, પોસ્ટનો સંદેશ લખીને Save કરી દો. એટલે હવે આપનો બ્લોગ આવો દેખાશે!

આવતી કાલે આપણે જોઈશું ત્રણ મહત્વના સેટીંગ અને પછી લખવાનું ચાલુ…
(યુઝરનેમ અને પાસવર્ડ લખી રાખ્યા છે ને કાલે જોઈશે!)
આ પહેલાનો મણકો વાંચવા અહીં ક્લિક કરો: ચાલો બનીએ નેટસૅવિ (૮) * સમગ્ર શ્રેણી વાંચવા અહીં ક્લિક કરો: નેટસૅવિ

thnx and very gud work …
ઘણી કાળજીથી તમે દરેક સ્ટેપ્સનું નિરૂપણ કરી રહ્યા છો અનિમેષભાઈ … ઘણું સરસ …
ઘણા વાચકોને કંપ્યુટર અને બ્લોગીંગની અપૂરતી માહિતીના લીધે લેખન માટેનું પ્લેટફોર્મ મેળવવામાં તકલીફો થતી હતી …
મને ખાતરી છે કે તમારી આ શ્રેણી ઘણી મદદરૂપ બની રહેશે …
કુણાલ
14 Jan 08 at 5:54 pm
Very nice effort. Keep it up.
Chirag Patel
14 Jan 08 at 6:22 pm
ધન્યવાદ અનિમેષભાઇ!
વૈભવ રાણા
15 Jan 08 at 8:30 am