FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

ચાલો બનીએ નેટસૅવિ (૯)

with 7 comments

નેટસૅવિનો આજનો મણકો બ્લોગ બિગિનર્સ માટે છે.

સૌપ્રથમ ચાલો આપણે જાણીએ બ્લોગ કેમ બનાવશો:

સર્વ પ્રથમ વર્ડપ્રેસ ડૉટ કોમ પર જઈ ‘Sign Up Now!’ પર  ક્લિક કરો, અથવા અહીં ક્લિક કરો.

Sign Up

અહીં આપનું નામ1, પાસવર્ડ2 અને આપનું ઈમેઇલ એડ્રેસ3 લખો. સેવાની શરતોને સહમત થાઓ.4 (યુઝરનેમ અને પાસવર્ડ યાદ રાખીલો/લખી રાખો.) Next >>નું બટન 5 દબાવો.

Blog Name

હવે અહીં આપના બ્લોગનું નામ1, બ્લોગનું ટાયટલ 2(ગુજરાતીમાં બ્લોગનું નામ) અને આપના બ્લોગની ભાષા 3 સિલેક્ટ કરીલો. બ્લોગનું ટાયટલ અને ભાષા પછીથી બદલી શકાશે. પણ યાદ રાખો બ્લોગનું નામ પછીથી બદલી શકાશે નહી. બ્લોગનું નામ જ બ્લોગનું યુઆરએલ બનશે. દા.ત. http://tadafadi.wordpress.com આટલું ધ્યાનમાં રાખીને Signup>> 4 થઈ જાઓ.

Account is now active!

લો, આપનો બ્લોગ થઈ ગયો તૈયાર! હવે અહીંથી આપણી પાસે ૩ રસ્તા છે. ૧. સીધું લખવાનું ચાલુ કરી દો, ૨. ટેમ્પલેટ બદલાવી લો, અથવા ૩. આપના બ્લોગનું હોમપેજ જુઓ. આપણે પહેલાં હોમપેજ જોશું, માટે homepage પર ક્લિક કરો.

Home Page

લો, લો, વર્ડપ્રેસના ડિફોલ્ટ થીમ સાથેનો આપનો બ્લોગ આવો દેખાય છે! વર્ડપ્રેસ એક પોસ્ટ અને એક કમેન્ટ લખીને આપે છે!

હવે અહીં Edit પર ક્લિક કરી પહેલી પોસ્ટ પર આવકારનો સંદેશ મૂકી દઈએ!

Edit Post

અહીં Title માં પોસ્ટનું મથાળું લખી, પોસ્ટનો સંદેશ લખીને Save કરી દો. એટલે હવે આપનો બ્લોગ આવો દેખાશે!

Welcome Post

આવતી કાલે આપણે જોઈશું ત્રણ મહત્વના સેટીંગ અને પછી લખવાનું ચાલુ…

(યુઝરનેમ અને પાસવર્ડ લખી રાખ્યા છે ને કાલે જોઈશે!)

આ પહેલાનો મણકો વાંચવા અહીં ક્લિક કરો: ચાલો બનીએ નેટસૅવિ (૮) * સમગ્ર શ્રેણી વાંચવા અહીં ક્લિક કરો: નેટસૅવિ

Written by વિનય ખત્રી

January 14th, 2008 at 5:41 pm

7 Responses to 'ચાલો બનીએ નેટસૅવિ (૯)'

Subscribe to comments with RSS or TrackBack to 'ચાલો બનીએ નેટસૅવિ (૯)'.

  1. thnx and very gud work …

    ઘણી કાળજીથી તમે દરેક સ્ટેપ્સનું નિરૂપણ કરી રહ્યા છો અનિમેષભાઈ … ઘણું સરસ …

    ઘણા વાચકોને કંપ્યુટર અને બ્લોગીંગની અપૂરતી માહિતીના લીધે લેખન માટેનું પ્લેટફોર્મ મેળવવામાં તકલીફો થતી હતી …

    મને ખાતરી છે કે તમારી આ શ્રેણી ઘણી મદદરૂપ બની રહેશે … :)

    કુણાલ

    14 Jan 08 at 5:54 pm

  2. Very nice effort. Keep it up.

    Chirag Patel

    14 Jan 08 at 6:22 pm

  3. ધન્યવાદ અનિમેષભાઇ!

  4. વર્લ્ડપ્રેસ માં જો બ્લોગ ખોલ્યો હોય તો એનાં ફોન્ટ મોટા કરવા માટે શું કરવુ ..plsss.. જણાવશો…અને મારી પાસે શ્રુતિ નાં font છે તો એમા અગર કોઇ પણ શબ્દ ની ઉપર આપણે dot.. કરવુ હોય તો શું કરવુ..મદદ કરવા વિનંતી …

    neetakotecha

    29 Mar 09 at 5:20 pm

  5. <font size="2">your text</font>

    write this tag by removing extra spaces i’ve used here.

    કુણાલ

    30 Mar 09 at 5:29 pm

  6. મિત્રો,

    કુણાલભાઈની કોમેન્ટમાં HTML ટેગ્સને સુધારીને મૂક્યા છે.

    વિનય ખત્રી

    31 Mar 09 at 10:10 am

  7. thank you Vinaybhai…

    one note is that one can replace 2 with higher values for even bigger fonts

    કુણાલ

    31 Mar 09 at 11:02 am

Leave a Reply