પ્રિય મિત્રો,

નેટસૅવિના આજના સાતમાં મણકામાં આપણે વર્ડપ્રેસ Write Postના બાકીના ઓપ્સન્સ જોશું.

Categoriesજમણી તરફ સૌથી ઉપર છે Categories એટલે કે વિભાગ.

અહીં આપણે વિવિધ વિભાગો જેવાકે નવલકથા, હાસ્યકથા, કવિતા, નેટસૅવિ વગેરે બનાવીને આપણી બધી પોસ્ટને વર્ગીકૃત કરી શકીએ છીએ. આમ કરવાથી વાંચતી વખતે સારું પડે. નવલકથા વિભાગ પર ક્લિક કરવાથી નવલકથાને લગતી બધી પોસ્ટ એક સાથે દેખાય જે એક પછી એક વાંચી શકાય.

Discussion

તે પછી છે Discussion એટલે કે વાચકોના પ્રતિભાવ.

અહીં વાચકો તેમના પ્રતિભાવ લખી શકે કે નહીં તે Allow Comments ની આગળ ચેકબોક્ષ દ્વારા નક્કી કરી શકાય. તેની નીચે છે Allow Pings જેનાથી નક્કી કરી શકાય કે લોકો તેમના બ્લોગ પર આપના બ્લોગની લિંક આપે તો તે કોમેન્ટમાં દેખાડવી જોઈએ કે નહીં.

Passwordતે પછી છે Post Password. અહી આપ, આપની પોસ્ટને પાસવર્ડ વડે સુરક્ષિત કરી શકો છે! જેથી જેની પાસે પાસવર્ડ હશે તે જ આ પોસ્ટ વાંચી શકશે. આ ઉદાહરણ સાથે સમજવા માટે અહીં ક્લિક કરો. આ પોસ્ટનો પાસવર્ડ છે pass.

તે પછી છે Post Slug જે વિશે આપણે ગઈકાલે ચાલો બનીએ નેટસૅવિ (૬)માં જોયું.

તેના પછી છે Post Status. જે આ પોસ્ટની સ્થિતિ દર્શાવે છે. આ પોસ્ટ પ્રકાશિત (Published) છે કે કામ ચાલુ (Draft) છે કે રીવ્યુ માટ પેન્ડીંગ (Pending Review) છે કે પ્રાયવેટ (Ptivate) પોસ્ટ છે.

અને સૌથી અંતે છે Post TimeStamp કે Edit Time Stamp જેના વિશે આપણે ચાલો બનીએ નેટસૅવિ (૨)માં જોઈ ગયા.

આ પહેલાનો મણકો વાંચવા અહીં ક્લિક કરો: ચાલો બનીએ નેટસૅવિ (૬) * સમગ્ર શ્રેણી વાંચવા અહીં ક્લિક કરો: નેટસૅવિ

  2 Responses to “ચાલો બનીએ નેટસૅવિ (૭)”

  1. ખૂબ સરસ મિત્ર.. આપણામાંના ઘણાં બ્લૉગર પણ વાપરે છે. સમય મળે તેનાં વિષે પણ જો થોડી માહિતી આપી શકો તો. જેમકે એમાં તાજેતરની કૉમેન્ટસ કે કેલેન્ડર જેવી સુવિધા નથી.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME