FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

ચાલો બનીએ નેટસૅવિ (૬)

with 5 comments

પ્રિય મિત્રો,

ગઈકાલે મને એક ઈમેઈલ મળી, જેમાં લખ્યું હતું કે આમ તો મારું બ્લોગીંગ બરાબર ચાલે છે પણ એક પ્રશ્ન છે. હું જ્યારે મારી પોસ્ટની લિન્ક લોકોને ઈમેઈલ કરું છું ત્યારે તેનું યુઆરએલ (url) ખૂબ લાંબું અને બ્રેક થાય છે. તેનો ઉપાય શું?

તેનો ઉપાય અને નેટસૅવિના આજના છઠ્ઠા મણકાનો વિષય છે વર્ડપ્રેસ Write Post ઓપ્સન્સ!

સામાન્ય રીતે આપણે Write Post પર જઈ પોસ્ટ લખી અને Publishનું બટન દબાવી દઈએ છીએ. જેને કારણે  પોસ્ટનું મથાળું (Title) જ તે પોસ્ટનું યુઆરએલ બની જાય છે. દા.ત. પોસ્ટનું મથાળું છે “તડાફડી અને અગિયાર હજાર વાચકો” તો બાય ડિફોલ્ટ પેજનું યુઆરએલ થશે http://tadafadi.wordpress.com/2008/01/10/તડાફડી-અને-અગિયાર-હજાર-વા/ હવે જ્યાં યુનિકોડ સપોર્ટ નહીં હોય ત્યાં તે બની જશે http://tadafadi.wordpress.com/2008/01/10/%e0%aa%a4%e0%aa …

%a1%e0%aa%be%e0%aa%ab%e0%aa%a1%e0%ab%80-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%…

e0%aa%85%e0%aa%97%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b9%e …

0%aa%9c%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b5%e0%aa%be/ આ લાંબું લાંબું લપસીંદર કોઈને ઈમેઈલમાં મોકલશો તો યુઆરએલ બ્રેક થવાની સમસ્યા થશે.

હવે આપને સમસ્યા બરાબર સમજાણી હોય તો ઉપાયનો વિચાર કરીએ…

આનો ઉપાય છે પોસ્ટને યોગ્ય English નામ આપવું. આપ જ્યાં પોસ્ટ લખો છો ત્યાં જમણી તરફ જુઓ. Post Slug લખેલું છે તેની ઉપર “+” નિશાની છે તેના પર ક્લિક કરો. આવું દેખાશે:

Post Slug

આ લાંબા લપસીંદરને ડિલિટ કરી, તેની જગ્યાએ પોસ્ટને યોગ્ય નામ અંગ્રેજીમાં લખો.  દા.ત. 11000. હવે આવું દેખાશે:
Post Slug 11000

થઈ ગયો આપનો પ્રોબલેમ સોલ્વ. હવે આપની પોસ્ટનું url બનશે http://tadafadi.wordpress.com/2008/01/10/11000/ જે કોઈને પણ મોકલો ક્યારેય બ્રેક નહીં થાય!

નોંધઃ આ નામ આ પહેલા કોઈ પોસ્ટને અપાયું હશે તો તે આપમેળે 11000-2 થઈ જશે!

આ ઉપરાંત જમણી તરફના ઓપ્સન્સ છે Categories, Discussion, Post Password, Post Status અને Post Timestamp. જેમાંથી પોસ્ટ ટાઈમ સ્ટેમ્પ વિશે આપણે આગળ જોઈ ગયા, બાકીના આવતી કાલે…

આ પહેલાનો મણકો વાંચવા અહીં ક્લિક કરો: ચાલો બનીએ નેટસૅવિ (૫) * સમગ્ર શ્રેણી વાંચવા અહીં ક્લિક કરો: નેટસૅવિ

Written by વિનય ખત્રી

January 10th, 2008 at 6:08 pm

5 Responses to 'ચાલો બનીએ નેટસૅવિ (૬)'

Subscribe to comments with RSS or TrackBack to 'ચાલો બનીએ નેટસૅવિ (૬)'.

  1. non-techy bloggers na maate ghani saari shreni chalu kari tame ….

    gud work well done ..

    keep it up ..

    કુણાલ

    10 Jan 08 at 6:29 pm

  2. અસ્સલ ટીચર ! સાદ્યંત સળંગ સરળ શીક્ષણના પાઠો !!
    વાહ, ગુરુજી, તમારા જ્ઞાનને અને ભણાવવાની શૈલીને વંદન.
    અભીનંદન તો ખરા જ ખરા.

    Jugalkishor

    10 Jan 08 at 8:03 pm

  3. ખૂબ સરસ… આટલા દિવસોથી વર્ડપ્રેસ વાપરું છું પણ મારા ધ્યાનમાં ન હતું.

    Niraj

    10 Jan 08 at 11:07 pm

  4. Thanks i had this problem

    thanks for support and teaching dear animesh…

    nice job

    keep it up.

    Jignesh

    11 Jan 08 at 9:26 am

  5. ભાઈ, આ તો મારી પણ સમસ્યા હતી…ચાલો મુંઝવણ દુર થઈ. ધન્યવાદ..આભાર.

Leave a Reply