પ્રિય મિત્રો,

નેટસૅવિના આજના પાંચમા મણકામાં આપણે વર્ડપ્રેસ બ્લોગના ‘સ્ટેટસ’ વિશે જાણીશું.

ગઈ કાલની ૧૧,૦૦૦ વાળી પોસ્ટ વાંચીને એક વાચકે આ બ્લોગ સ્ટેટસ વિશે પૂછ્યુ, આ રહ્યો તેનો જવાબ:

‘સ્ટેટસ’ એટલે સ્થિતિ. લેખાજોખા. આપણે ક્યાં છીએ તે જાણવા માટે ચાલો આપણે વર્ડપ્રેસના સ્ટેટસ પર જઈએ…

Status

વર્ડપ્રેસના ‘ડેશબોર્ડ’ પર ‘Blog Stats’ પર ક્લિક કરતાં જ આપ આવી પહોંચશો ‘Stats’ના પાના પર. અહીં આપની નજર જશે એક ચાર્ટ (બાજુની આકૃતિમાં જુઓ નં 1) પર, જે આપના બ્લોગને ‘દૈનિક’, ‘અઠવાડિક’ અને ‘માસિક’ કેટલી હિટ્સ મળી તે દર્શાવે છે.તેની નીચે ડાબી તરફ ‘Referrers’ જે દર્શાવે છે કે આપના બ્લોગ પર વાચકો ક્યાંથી આવ્યા? (બાજુની આકૃતિમાં જુઓ નં 2) અહીં mail.yahoo.com એવું લખ્યું હોય એટલે સમજવું કે આ વાચક યાહુની તેની ઇમેલમાં આવેલી આપના બ્લોગની લિન્ક પર ક્લિક કરીને આપના બ્લોગે પધાર્યા છે!

Status Smallતેની નીચે છે “Search Engine Terms” આ દર્શાવે છે કે વાચકો શું શોધતા આવ્યા? (બાજુની આકૃતિમાં જુઓ નં 3) અહીં ‘તડાફડી’ લખ્યું હોય એટલે સમજવું કે આ વાચક ‘તડાફડી’ શબ્દ શોધતા શોધતા આપના બ્લોગે આવી ચડ્યા!

તેની નીચે છે ‘Blog Stats’ જે આપના બ્લોગને દરવાજે કેટલા ટકોરા (હિટ્સ) પડ્યા તે દર્શાવે છે. (બાજુની આકૃતિમાં જુઓ નં 4) ‘Total Views’ આજ સુધીના કુલ ટકોરાની સંખ્યા દર્શાવે છે, તેની નીચે ‘Best Day Ever’ આજ સુધીમાં સૌથી વધારે ટકોરા કયા દિવસે અને કેટલા પડયા તે દર્શાવે છે. તે પછી છે ‘Views today” જે આજના ટકોરાની સંખ્યા દર્શાવે છે. તે પછીના આંકડાઓ આપના બ્લોગ પર આજ સુધી કેટલી ટપાલો લખી, કેટલા પ્રતિભાવ મળ્યા, કેટલા વિભાગો છે તે દર્શાવે છે.

હવે જમણી તરફ જોઈએ. ઉપર ‘Top Posts & Pages’માં આપના બ્લોગ પર આજે અને ગઈકાલે કઈ ટપાલ કેટલી વખત જોવાણી તેની યાદી છે. (બાજુની આકૃતિમાં જુઓ નં 5) વધુ માહિતી માટે Top Posts & Pages પર ક્લિક કરો.  હવે વધુ છણાવટ સાથેની માહિતીનું પેજ ખુલશે જે આપના આ અઠવાડિયા દરમ્યાન કઈ ટપાલને કેટલા વાચકો મળ્યાનો તારીખવાર અહેવાલ આપશે. આ પેજ પર ‘Summarize: 7 Days અને 30 Days’ના વિકલ્પ છે જે આખા અઠવાડિયા કે મહિના દરમ્યાન કઈ પોસ્ટને કેટલા વાચકો મળ્યા તે દર્શાવે છે.

તે પછી ‘Clicks’ (બાજુની આકૃતિમાં જુઓ નં 6) દર્શાવે છે કે આપના બ્લોગ પર આપેલી કઈ કઈ લિન્ક પર વાચકો જઈ આવ્યા.

નોંધઃવર્ડપ્રેસ સ્ટેટ્સ જીએમટી સમય પ્રમાણે માહિતી આપે છે તેમજ આપની પોતાની ક્લિક્સ સરવાળામાં ઉમેરાતી નથી.

છે ને એકદમ સરળ?

ચાલો, કાલે ફરી મળીશું. આપના પ્રશ્નો અને અનુભવો જરુરથી લખી મોકલશો…

આ પહેલાનો મણકો વાંચવા અહીં ક્લિક કરો: ચાલો બનીએ નેટસૅવિ (૪) * સમગ્ર શ્રેણી વાંચવા અહીં ક્લિક કરો: નેટસૅવિ

  2 Responses to “ચાલો બનીએ નેટસૅવિ (૫)”

  1. જો તમારો બ્લોગ વર્ડપ્રેસ.કોમ પર ન હોય અને તમારા પોતાનાં ડોમેઇન પર હોય તો તમે વર્ડપ્રેસ સ્ટેટ પ્લગ-ઇનનો ઉપયોગ કરીને આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો..

  2. ઈન્ટરનેટ કનેકશનમાં ખરાબીને કારણે આજની નેટસૅવિ અધુરી પ્રકાશિત થઈ અને આખી પ્રકાશિત કરતાં ધણું મોડું થઈ ગયું તે માટે ક્ષમા કરશો.

    આ પોસ્ટ પર આંકડાકીય ભૂલ હતી, જે તરફ ધ્યાન દોરવા માટે કુણાલભાઈનો આભાર.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME