કેટલા રૂપિયા જોઈએ બોલો…

By વિનય ખત્રી, January 9, 2008 7:42 pm

એટીએમની માથાકૂટમાં શું કામ પડો છો? કેટલા રૂપિયા જોઈએ બોલો…હમણાં ગણી દઉં.

આપને થયું હશે કે અનિમેષને દિવાળીની ભેટમાં આવેલી ૫૦ કરોડની નોટના છુટ્ટા મળી ગયા હશે એટલે આવી વાતો કરે છે, પણ ના, એવું નથી. આ તો આપણી પાસે શુન્ય (જી હાં, ઝીરો) રૂપિયાની નોટ આવી ગઈ છે, બોલો કેટલી જોઈએ?

Rs 0

પ્રિય મિત્રો, આ કોઈ મજાક કે ફોટોશોપની કમાલ નથી. આ સાચે સાચી શુન્ય રુપિયાની નોટ એ ભારતને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે મદ્રાસની ફિફ્થ પિલર નામની સંસ્થાનો પ્રયાસ છે. આ શુન્ય રૂપિયાની નોટ ૧૦૦૦ રૂપિયાની નોટની માપની અને તેવાજ રંગો અને ડિઝાઈન વાળી બનાવવામાં આવી છે.

તો હવે જ્યારે આપની પાસેથી કોઈ સરકારી અધિકારી લાંચ માંગે ત્યારે તેને આ શુન્ય રૂપિયાની નોટોનો બંડલ આપી દેજો, બાકીનું એન્ટી કરપશન બ્યુરો સંભાળી લેશે.

3 Responses to “કેટલા રૂપિયા જોઈએ બોલો…”

  1. pranav says:

    “0 rupee ની નોટ ના 5 rupee છે.
    you dont want receipt, give only 4 rupee.”
    -one ભ્રષ્ટાચારી

  2. ભ્રષ્ટાચાર હટાવવાનો આ પ્રયોગ પણ સારો છે. મને પણ એકાદબે પેટી નોટો મોકલી આપવા વિનંતી. ખર્ચો આપવા તૈયાર છું. જે કારીગરના હાથમાંથી આવી નોટ પકડાય તેને સક્ત સજા થવી જોઈએ. ભલેને તે મોટો નેતા કેમ ના હોય.

  3. vkvora, Atheist, Rationalist says:

    સરકારી કર્મચારીઓ ગાંધી બાપુ ચાલ્શે એટલે કે ૫૦૦ રુપિયા નોટ કહેતા હતા. પછી કહેવા લાગ્યા લાલ ગાંધી બાપુ એટલે કે ૧૦૦૦ રુપિયાની નોટ. આ તો ઝીરો બાપુ થઈ ગયા.

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.